________________
પણ અનંતી જ રહેશે. જ્યારે જ્યારે પ્રભુને પૂછશો ત્યારે ત્યારે મોક્ષમાં ગયેલા જીવોની સંખ્યા એક નિગોદનો પણ અનંતમો ભાગ છે. નિગોદમાં અનંતાનંત જીવો ભરેલા છે. પંચેન્દ્રિયાદિમાંથી જેમ જેમ જીવો મોક્ષે જાય છે. તેમ તેમ નિગોદમાંથી એકેક જીવ બહાર આવે છે તેને સાંવ્યવહારિક જીવ કહેવાય છે. અને જે જીવો હજુ નિગોદમાં જ છે, બહાર નીકળ્યા જ નથી તે અસાંવ્યવહારિક જીવ કહેવાય છે. અવ્યવહાર રાશિમાંથી નીકળેલા અને મોક્ષે નહીં ગયેલા જીવોની સંખ્યા હંમેશાં નિયમિત જ રહે છે, કારણ કે જેટલા મોક્ષે જાય તેટલા જ અવ્યવહાર રાશિમાંથી નીકળે છે.
મોક્ષના જીવોને રહેવા માટેનું ઉપર જે ક્ષેત્ર છે, તે ૪૫ લાખ યોજન ક્ષેત્ર છે, કારણ કે અઢી દ્વીપમાંથી મોક્ષે જવાય છે. અઢી દ્વીપનું પ્રમાણ ૪૫ લાખ યોજન છે. જીવો જ્યાંથી મોક્ષે જાય છે ત્યાં જ બરોબર સમલેવલમાં જ ઉપર જઈને રહે છે. આનુપૂર્વી કર્મ ન હોવાથી વાંકા કે આડાઅવળા વસતા નથી. વળી અશરીરી અને અરૂપી હોવાથી અનંતાનંત જીવો એક જગ્યાએ એકીસાથે રહી શકે છે. પરસ્પર કોઈ પણ જાતની બાધા-પીડા થતી નથી. બધા જ જીવો લોકના છેડે જઈને સ્પર્શે છે માટે ઉપરથી સરખા છે. પરંતુ નીચેથી લંબાઈમાં નાના-મોટા છે, કારણ કે મોક્ષે જતાં જીવોની છેલ્લા ભવની લંબાઈમાંથી ૨/૩ લંબાઈ રહે છે. ઘનીભૂત થવાના કારણે ૧/૩ લંબાઈ ઘટી જાય છે તેથી નીચેથી નાનો-મોટો આત્મા હોય છે.
મોક્ષે જનારા કોઈપણ જીવનો કાળ આદિ-અનંત છે. તે જીવ જ્યારે મોક્ષે જાય છે ત્યારે તેની આદિ થાય છે. અને અનંતકાળ ત્યાં રહેવાના છે માટે અનંત છે. પરંતુ સર્વ સિદ્ધ જીવો આશ્રયી અનાદિ અનંતકાળ છે. એટલે જેમ કોઈ પણ એક પુરુષ અથવા તેના પિતા તેના દાદા વિગેરેના જન્મની આદિ છે. પરંતુ તેની પેઢીની આદિ નથી, તેમ એક સિદ્ધને આશ્રયી આદિ છે. પરંતુ સર્વ સિદ્ધને આશ્રયી આદિ નથી. વળી ત્યાંથી પાછા કદાપિ સંસારમાં આવતા નથી. માટે પોતાના અનુયાયીનું રક્ષણ કરવા અને દુષ્ટોનું દમન કરવા પરમાત્મા સંસારમાં પાછા ફરતા નથી. મોક્ષે ગયેલા જીવો અનાદિ કાળમાં અનંત થયા છે. તેથી મોક્ષનું સર્વક્ષેત્ર સિદ્ધ જીવો વડે ભરાયેલું છે. ક્યાંય
Jain Education International
૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org