________________
તિર્યંચો એટલે પશુપક્ષીઓ તિચ્છ ચાલે એટલે ઓછી બુદ્ધિવાળા હોય ગમે ત્યાં આહાર-વિહાર કરે તે તિર્યંચો. આપણે બધા મનુષ્ય તિર્યંચો અને મનુષ્યો આ પૃથ્વી ઉપર વસે છે. નારકીઓ નીચે છે અને દેવતાઓ ઉપર છે. અહીં પ્રશ્ન થશે કે નારકી અને દેવતા હશે તેની શું ખાતરી ? તેનો ઉત્તર આ પ્રમાણે છે. કોઈ એક માણસે એક વ્યક્તિનું ખૂન કર્યું. કેસ ચાલ્યો, ખૂનનો ગુનો સાબિત થયો તો ખૂન કરનારને શું સજા થાય? ઉત્તર ફાંસીની | બીજા એક માણસે પચ્ચીસ માણસોનાં ખૂન કર્યા અને કોઈ માણસે બોંબાદિ ઘાતક શસ્ત્રોથી લાખ માણસોનાં મૃત્યુ કર્યા અને તે પકડાય ગુનો સાબિત થાય તો શું સજા થાય ? ઉત્તર ફાંસી જ. હવે ૧ ખૂન કરનાર, ૨૫ ખૂન કરનાર કે લાખો ખૂન કરનારાઓનો ગુનો સરખો નથી. છતાં સજા સરખી કેમ? આપણી પાસે સજાનું પરિમિતપણું છે. માટે જ વધુ ગુનો કરનારને વધુ પાપનું ફળ ભોગવવાનું કોઈ સ્થાન ન્યાયની રીતિએ હોવું જોઈએ. તે જ નરક !
તેવી જ રીતિએ કોઈએ કોઈનો ઉપકાર કર્યો તો ઉપકાર પામનારી વ્યક્તિ ઉપકાર કરનારા ઉપર ખુશ થઈ જાય તો વધુમાં વધુ રાજ્ય આપી શકે. પરંતુ ૨૫-૫૦-૧૦૦ કે લાખો માણસોનો જેણે ઉપકાર કર્યો તેને આ લોકમાં વધુ ફળ શું મળે? માટે જ ન્યાય પ્રમાણે વધુ ફળ ભોગવવાનું કોઈ સ્થાન હોવું જોઈએ તે જ દેવલોક.
કોઈપણ ગતિના જીવો મરીને કોઈપણ ગતિમાં જઈ શકે છે. એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયાદિમાં પણ અવાય છે અને પંચેન્દ્રિયાદિમાંથી એકેન્દ્રિયાદિમાં પણ જવાય છે. એકેન્દ્રિયોમાં પૃથ્વી-અપ-તેજો અને વાયુના જીવો એકેક શરીરમાં એકેક હોય છે. પરંતુ વનસ્પતિકાયમાં કેટલીક વનસ્પતિમાં એક શરીરમાં એક જીવ હોય છે; જેમ કે ભીંડા, કાકડી, તુવેર, કેળાં, પપૈયાં, સફરજન વિગેરે - તેને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે અને કેટલીક વનસ્પતિમાં એક શરીરમાં
અનંત જીવો પણ હોય છે; જેમ કે બટાકા, ડુંગળી, લસણ, ગાજર વિગેરે - તેને સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. જેમ દવાખાનામાં સ્પેશિયલ રૂમ અને જનરલ વોર્ડ હોય છે, તેમ આ બે ભેદો છે. સાધારણ વનસ્પતિકાયનું બીજું નામ નિગોદ-કંદમૂળ અને અનંતકાય પણ કહેવાય છે. તે બધા સૂક્ષ્મ અને બાદર એ ભેદોવાળા છે. આંખે ન દેખી શકાય તે સૂક્ષ્મ અને આંખે
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org