SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સંકોચ અને વિસ્તાર સ્વભાવવાળો છે. આ જીવોના પાંચ ભેદ છે : (૧) એકેન્દ્રિય (૨) બેઇન્દ્રિય (૩) તેઇન્દ્રિય (૪) ચરિન્દ્રિય અને (૫) પંચેન્દ્રિય. આપણા શરીરમાં ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ જ્ઞાનપ્રાપ્તિ કરાવતી હોવાથી ઇન્દ્રિયો કહેવાય છે. જે જીવોને ફક્ત એક ચામડી જ ઇન્દ્રિય છે તેઓ એકેન્દ્રિય કહેવાય છે. તેઓનું બીજું નામ સ્થાવર કહેવાય છે. ગમે તેવા દુ:ખસુખના પ્રસંગોમાં આ જીવો સ્થિર રહે છે માટે સ્થાવર કહેવાય છે. સ્થાવરના પાંચ ભેદો છે. પૃથ્વીકાય- અપકાય- તેઉકાય- વાઉકાય અને વનસ્પતિકાય. માટી-પથ્થર- રેતી- કાંકરા-સોનું- રૂપું વિગેરે પૃથ્વીકાય / પાણીના જીવો તે અપકાય / આગના જીવો તે તેઉકાય / પવનના જીવો તે વાઉકાય / ઝાડ, પાન, ફૂલ-ફળ વિગેરે વનસ્પતિકાય / આ પાંચ પ્રકારના એકેન્દ્રિય જીવ છે. જીવને જીવવા માટે આહાર, પાણી અને પવનની જરૂર પડે છે. ઝાડપાન-ફૂલ- ફળ પણ ખાતર-પાણી અને હવા આપો તો જ લીલાં રહે છે. તેથી સાબિત થાય છે કે તેમાં જીવ છે. વાયુ સ્વયં ગમનાગમન કરે છે. અગ્નિ ઇંધણથી વધે છે. આ યુક્તિઓથી પાંચેમાં જીવ છે. ચામડી અને જીભ એમ બેઇન્દ્રિયો જેને હોય તેને બેઇન્દ્રિય કહેવાય છે. જેમ કે શંખ-કોડા-ગંડોલા-અળસિયા વિગેરે. ચામડી-જીભ-નાક એમ ત્રણ ઇન્દ્રિયોવાળા જે જીવો તેઇન્દ્રિય જેમ કે કીડી, જુ, લીખ, મંકોડા, મચ્છર, માંકડ, કાનખજુરા, ઊધઈ વિગેરે. ચામડી, જીભ, નાક અને આંખ એમ ચાર ઇન્દ્રિયો જેઓને હોય તે ચરિન્દ્રિય; જેમકે વીંછી, ભમરા, ભમરી, બગાઈ, તીડ વગેરે. આ બે-ઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચરિન્દ્રિયનું ભેગું નામ વિકલેન્દ્રિય - જેમ વિકલાંગ - ઓછા અંગવાળો તેમ વિલેન્દ્રિય જે ઓછી ઇન્દ્રિયવાળા. પાંચ પાંચ પૂરેપૂરી ઇન્દ્રિયો જેમને હોય તે પંચેન્દ્રિય - જેમ દેવતા નારકી - તિર્યંચો અને મનુષ્ય / - Jain Education International ૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy