________________
નવતત્ત્વ જિનેશ્વર ભગવન્તોએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જગતના જીવોને નવ તત્ત્વ અને છ દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે.
નવ તત્ત્વોમાં મુખ્યપણે બે તત્ત્વો છે : (૧) જીવ અને (૨) અજીવ.
જેનામાં ચૈતન્ય હોય અર્થાત્ જ્ઞાન હોય તે જીવ કહેવાય છે. જેનામાં જ્ઞાન-ચૈતન્ય ન હોય તે અજીવ કહેવાય છે.
આ શરીરમાં જ્ઞાનવાન એવો એક આત્મા છે. આ આત્મા અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. આ સંસારમાં આવા અનંત આત્માઓ છે.
આત્મા એ સ્વતંત્ર જ્ઞાનવાન પદાર્થ છે. આ આત્મા કોઈ ઈશ્વરે બનાવ્યો નથી તેમજ પાંચ ભૂતોમાંથી બનેલો નથી અને ભૂતોમાં ભળી જતો નથી.
કેટલાક દર્શનકારો એમ માને છે કે જેમ સ્વિચ દબાવવાથી દીવો પ્રગટ થાય છે અને સ્વિચ બંધ કરવાથી દીવો બુઝાઈ જાય છે તેની જેમ ભૂતોમાંથી જ આત્મા પ્રગટ થાય છે અને ભૂતોમાં જ આત્મા સમાઈ જાય છે. તેઓએ કહ્યું છે કે,
યાવત્ જીવેત્ સુખ જીત, ઋણે કૃત્વા ધૃતં પિબેત્ | ભસ્મી ભૂતસ્ય દેહસ્ય, પુનરાગમન કુતઃ |
જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુખે જીવવું, દેવું કરીને પણ ઘી પીવું, અર્થાત લહેર કરવી. આ શરીર બળી ગયા પછી ફરી પાછા અહીં ક્યાં આવવાનું છે? પરંતુ આ માન્યતા ખોટી છે. કારણ કે જો આગળપાછળ ભવો ન હોય તો કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રાજા, કોઈ રંક, કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, ઈત્યાદિ ભેદો કેમ ઘટે ? વળી આ ભવમાં ધર્મ કરીએ કે પાપ કરીએ પરંતુ મર્યા પછી જો જિંદગી જ ન હોય તો કોઈ ઘર્મ કરે જ શું કરવા ? માટે ઉપરોક્ત વાત બરાબર નથી.
આ જીવ દેહવ્યાપી છે. તેને જેવડો દેહ મળે છે તેટલામાં વ્યાપીને રહે છે. કીડી જેવડું શરીર મળે ત્યારે કીડીમાં સંકોચાઈને રહે છે અને હાથી જેવડું શરીર મળે ત્યારે હાથી જેવડો વિસ્તૃત થઈને રહે છે. દીવાના પ્રકાશની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org