SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સુમધુર પ્રશ્નોત્તરી છે. શિષ્ય : ઇચ્છાકારેણ સંસિહ ભગવાન ? - સામાયિક પાળું ? હે ભગવાન, હું સામાયિક પાળું? ગુરુજી: “પુત્રવિ કાયમ્ - પુનઃ અપિ કર્તવ્યમ્ આ સામાયિક ફરી ફરી કરવા જેવું છે. શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સામાયિક પાળ્યું ! હે ભગવાન, મેં સામાયિક પાળ્યું. ગુરુજી : આયારો ન મોતવ્યો “આચારઃ ન મોક્તવ્ય આ સદાચાર મૂકવા જેવો નથી. ગુરુજીના આવા મીઠા બોલોનો શિષ્ય પણ કેવો પ્રત્યુત્તર આપે છે ? પ્રથમ બોલમાં “યથાશક્તિ - મારી શક્તિ પ્રમાણે હું ફરીથી પણ સામાયિક કરીશ અને બીજા બોલમાં “તહત્તિ' - તેમજ, અર્થાત્ ઘેર જવા છતાં આ સદાચાર મૂકીશ નહિ. જૈનોમાં “મુહપત્તી' એ જીવરક્ષાનું મુખ્ય અંગ છે. શરીરની અંદરનો વાયુ અચિત છે અને શરીરની બહારનો વાયુ સચિત છે. આ વિજાતીય વાયુના સંઘર્ષથી જગતના સચિત વાયુના જીવો ન હણાય, તેટલા માટે મુખ આગળ મુહપત્તી રાખીને બોલવાનો વ્યવહાર છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં મુખ આગળ બાંધીને બોલવાનો વ્યવહાર છે. સામાયિક પાળતી વખતે “સામાઈય વયજુરો' સૂત્ર બોલીને આત્મભાન કરાવવામાં આવે છે કે આ સામાયિકવ્રતવાળો જીવ જ્યાં સુધી મનને નિયમબદ્ધ રાખે છે, ત્યાં સુધી તેના અશુભ કર્મો છેદાય છે. આ સામાયિક વ્રતમાં રહેલો જીવ અલ્પકાળ સાધુજીવ જેવો જ છે. આ કારણથી બહુવાર સામાયિક કરવું જોઈએ. આ સામાયિકમાં મન, વચન અને કાયાથી અયોગ્ય વર્તન કરાયું હોય તેને દોષ કહેવાય છે. તેવા ૩૨ દોષો છે. મનના ૧૦, વચનના ૧૦ અને કાયાના ૧૨ એમ ૩ર દોષો ન લાગે તે રીતે સામાયિક કરવું જોઈએ, જેથી આત્મા સમભાવમાં આવે. બત્રીસ દોષો અન્ય ગ્રન્થોથી સમજી લેવા. ૩પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy