________________
ભગવાન્ ! મને સામાયિક લેવાની આજ્ઞા આપો ! ગુરુ : સંદિસાહેહ = તમે સામાયિક લો. શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સામાયિક ઠાઉ - હે ભગવાન,
હું સામાયિકમાં સ્થિર થાઉં. ગુરુ : ઠાએહ - તમે સામાયિકમાં સ્થિર થાઓ. શિષ્ય : નવકાર ગણી ઇચ્છાકારી ભગવન પસાય કરી સામાયિક દંડક
ઉચ્ચરાવોજી - હે ભગવાન ! મારા ઉપર કૃપા કરી આપશ્રી
સામાયિકનું પચ્ચખાણ સૂત્ર કહો. ગુરુ : “કરેમિ ભંતે સૂત્ર” કહીને સામાયિકવ્રત આપે (સામાયિક
ઉચ્ચરાવે). શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! બેસણે સંદિસાહુ - હે ભગવાન,
બેસવાની રજા આપો. ગુરુ : સંદિસાહેહ = તમને બેસવાની રજા છે. શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે ઠાઉ ? હે ભગવાનું
હું બેસીને સ્થિર થાઉ ? ગુરઃ તમે બેસીને સ્થિર થાઓ. શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સક્ઝાય સંદિસાઉ ? હે
ભગવાન્ મને સ્વાધ્યાય કરવાની રજા આપો. ગુરુ : “સંદિસાહેહ - તમને સ્વાધ્યાય કરવાની રજા અપાય છે, એમ
ઉત્તર આપે છે. શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સક્ઝાય કરું? હે ભગવાન,
હું સ્વાધ્યાય કરું ? ગુરુ : “કરેહ' - તમે સ્વાધ્યાય કરો એવો ઉત્તર આપે છે.
કેવા સુંદર પ્રશ્નો છે ? કેવા સુંદર ઉત્તરો છે? આવી વિવેકભરી વાણી શું બીજે ક્યાંય જોવા મળશે ? ગુરુજી પણ કેવા નિર્દોષ ! શિષ્યો ધર્મકાર્યોમાં કેમ જોડાય અને લાભ કેમ થાય એવી જ એક દૃષ્ટિ ! નહિ કોઈ દબાણ, નહિ કોઈ ફરજ પાડવાની, સામાયિક પાળતી વખતે આના કાનમાં પણ વધારે
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org