________________
(૧) સામાયિક (૨) ચવિસત્થી (૩) વંદન (૪) પ્રતિક્રમણ (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચખાણ. “કરેમિ ભંતે' સૂત્રમાં “કરેમિ સામાઈયં આ પદમાં પ્રથમ સામાયિક આવશ્યક છે. તથા કરેમિ પાસેના ભંતે પદમાં બીજું ચઉવીસત્યો આવશ્યક છે. તથા તસ્મ પદની પાસે આવેલા ભંતે પદમાં વંદન આવશ્યક છે. પડિકનમામિ' પદમાં ચોથું પ્રતિક્રમણ આવશ્યક છે. “અપ્પાણે વોસિરામિ” આ પદમાં કાઉસગ્ગ આવશ્યક છે તથા “સાવજ્જ જોગ પચ્ચક્ખામિ' એ પદમાં પચ્ચખાણ આવશ્યક છે.
આ સૂત્ર દ્વારા સંસારના સર્વ સાવદ્યભાવોનાં જીવ પચ્ચખાણ કરે છે. ત્યાગ એ જ મહાન ધર્મ છે. જૈન અને જૈનેતરમાં આ જ વિશેષતા છે. જૈનોની દૃષ્ટિ ત્યાગ તરફ જ હોય છે. દા. ત. જૈનોના પર્વે પજુસણ, જ્ઞાનપંચમી, મૌન એકાદશી આવે ત્યારે કોઈ સામાયિક કરે, કોઈ પૌષધ કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ ઘીના ચડાવા બોલી ધન ખર્ચે, પરંતુ કંઈ ને કંઈ તજે. જ્યારે જૈનેતરોનાં પર્વો રામનવમી, જન્માષ્ટમી કે મહાશિવરાત્રી આવે ત્યારે લોકો મંદિરે દર્શન કરવા જાય પરંતુ દર્શન કર્યા પછી જાણે મેળામાં ગયા હોય તેમ ભોગોના આનંદ-ચમન કરે. જૈનોમાં ભોગોના ત્યાગની સંસ્કૃતિ ગળથૂથીથી આવેલી છે. એટલે જ આવા સંસ્કારોનું આ આર્યકુળ મળવું અતિદુષ્કર છે. > સામાઈયવયજુત્તો યાને સામાયિક પાળવાનું સૂત્ર :
સામાયિકનો સમય ૪૮ મિનિટ, તે પૂર્ણ થયા પછી તેને પાળવાની વિધિ છે. દીર્ઘદૃષ્ટિવાળા જૈનાચાર્ય મહાત્માઓએ આ સંસારી જીવને સંસારમાંથી બચાવવા માટે કેવા કેવા ઉપાયો બતાવ્યા છે તે તેની વિધિ જાણવાથી સમજાય
છે.
સામાયિક લેતી અને પાળતી વખતે પ્રથમ નાનામોટા જીવોની વિરાધનાથી લાગેલા પાપને દૂર કરવા ઇરિયાવહિયે આદિ સૂત્રો બોલાય છે. મુહપત્તિના પડિલેહણાદિની વિધિ બાદ શિષ્ય અને ગુરુ વચ્ચે કેવા વિનીતભાવદર્શક પ્રશ્નો અને ઉત્તરો કરાય છે તેની આપણે કાંઈક સમાલોચના કરીએ. દરેક પ્રશ્ન વચ્ચે એકેક ખમાસમણ સમજવું.
શિષ્ય : ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાઉ ? હે
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org