________________
દેખી શકાય તે બાદર.
આ દરેક જીવો પોતાના ભવના ત્રીજા ભાગમાં પરભવનું આયુષ્ય બાંધે છે. જેમ કે ૧૦૦ વર્ષનું આયુષ્ય હોય તો ૬૭થી ૧૦૦માં પરભવનું આયુષ્ય બંધાય છે. અને ૬૦ વર્ષનું આયુષ્ય હોય તો ૪૦થી ૬૦ માં પરભવનું આયુષ્ય બંધાય છે. અહીં એવો પ્રશ્ન થશે કે તો પછી બે ભાગનું આયુષ્ય ચાલતું હોય ત્યારે તો નિશ્ચિત થઈને રહેવાયને ? ત્રીજા ભાગમાં આવીશું ત્યારે ધર્મ કરીશું. આનો ઉત્તર એ છે કે આપણું આયુષ્ય કેટલું છે? તેની કોઈને ખબર નથી. આજનો જ દિવસ ત્રીજા ભાગનો નહીં હોય તેની શું ખાતરી ? માટે સદાય ત્રીજા ભાગમાં જ છીએ એમ માનીને ચાલવું જોઈએ. ૨૦-૨૫ વર્ષના યુવાન ભાઈઓ અને બાળકો પણ મૃત્યુ પામતા નજરે દેખાય
તેથી કાયમ સજાગ જ રહેવું જોઈએ. એટલા માટે જ ૨-૫-૮-૧૧-૧૪ તિથિઓ ગોઠવી છે કે આઠમને આરાધનાર સાતમથી જ વિશુદ્ધ વિચારોવાળો બને છે. અને આઠમે આરાધન કરે એટલે વિશુદ્ધ બને, નોમના દિવસે કાલે મારે તપ હતું એમ અનુમોદનથી વિશુદ્ધ બને ત્યાં દસમમાં સામે અગિયારસ દેખાય. આ રીતે કાયમ શુદ્ધિવાળો જ રહે. ગમે ત્યારે આયુષ્ય બંધાય તો સારું જ બંધાય. આ જીવ મરીને પરભવમાં વધુમાં વધુ ૩ સમયમાં પહોંચી જાય છે. પરભવનું સ્થાન ચાર દિશા, ઊર્ધ્વ અને અધો એમ છ દિશામાં લેવલમાં આવતું હોય તો એક જ સમયમાં પહોંચે છે. ઉત્પત્તિસ્થાન ખૂણામાં હોય તો બે સમયમાં પહોંચે છે. અને ઉત્પત્તિસ્થાન ખૂણામાં પણ ઉપર-નીચે હોય તો ત્રણ સમયમાં પહોંચે છે. અહીં તો હજુ આ જીવ મર્યો છે કે નહીં તેની પણ ખબર હોતી નથી ત્યાં ઉત્પત્તિસ્થાનમાં પહોંચી જાય છે.
સમય એટલે શું ? સમય એટલે ઝીણામાં ઝીણો કાળ. જેના બે ભાગ ન થાય તેવો સૂક્ષ્મકાળ, આંખ મીચીને ખોલીએ તેમાં અસંખ્યાત સમયો થાય છે. જેમ કે એક પ્લેન કલાકના ૧૨૦૦ માઈલની ઝડપથી ચાલતું હોય તો ૨૦ માઈલ જતાં ૧ મિનિટ થઈ તેને ૧ માઈલ જતાં ૩ સેકંડ થઈ. પરંતુ માઈલના વાર, ફૂટ, ઈચ અને દોરાવા ક્ષેત્ર કરીએ તો સેકંડના પણ ઘણા ભાગ થઈ શકે છે.
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org