________________
ત્રીજાનું નામ મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. તે વખતે ભગવાનના ઘર્મ ઉપર રુચિ પણ નથી હોતી અને અરુચિ પણ નથી હોતી. મધ્યસ્થ પરિણામ રહે છે. આ ત્રીજુ ગુણઠાણું ફક્ત અંતર્મુહૂર્ત જ ટકે છે. ત્રીજે ગુણઠાણે આવેલા જીવો ત્રીજેથી ફરી પહેલે પણ જાય છે અને ફરીથી ચોથે પણ જાય છે, પરંતુ બીજે જતાં નથી.
વળી જો મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો ચોથેથી સીધું પહેલું ગુણઠાણું આવે છે. એમ અંતરકરણ પૂર્ણ થયા પછી ત્રણે મોહનીયના ઉદયમાંથી ગમે તે એકનો ઉદય થાય છે.
પરંતુ અંતરકરણની અંદર જ ઓછામાં ઓછો ૧ સમય અને વધુમાં વધુ ૬ આવલિકા કાળ બાકી રહે ત્યારે મિથ્યાત્વ મોહનીય વિના ફક્ત એકલા અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે. તે કારણથી સમ્યકત્વ ચાલ્યું જાય છે. તેને “સાસ્વાદને” નામનું બીજું ગુણસ્થાનક કહેવાય છે. સમ્યકત્વનો જાણે આસ્વાદ ચાલુ હોય. જેમ ખીર ખાતાં જે મીઠાશ આવે તેવી ગંદી મીઠાશ વમન વખતે આવે છે. તેમ સમ્યકત્વ વમતા આ જીવને અંતરકરણની અંદર છેલ્લી છ આવલિકામાં આ સાસ્વાદન ગુણસ્થાનક આવે છે. આ ગુણઠાણે આવેલો જીવ છે આવલિકા પછી તુરત જ મિથ્યાત્વે જ જાય છે. આ ગુણઠાણું સંસારચક્રમાં ૫ વાર પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ૧ થી ૪ ગુણઠાણાં પૂર્ણ થયાં.
ચોથા અવિરત સમ્યગ્રષ્ટિ ગુણઠાણે જીવો ત્રણ પ્રકારના સમ્યકત્વવાળા હોય છે. (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ (૩) ક્ષાયિક, | મિથ્યાત્વ મિશ્ર અને સમ્યકત્વ મોહનીય તથા અનંતાનુબંધી ૪ કષાય એમ દર્શન સપ્તકના ઉપશમથી જે સમ્યકત્વ આવે છે તે ઉપશમસમ્યકત્વ કહેવાય છે. આ સાતમાંથી સમ્યકત્વ મોહનીયનો ઉદય અને શેષ ૬ નો ઉપશમ કરવાથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે શયોપશમ અને દર્શન સપ્તકનો ક્ષય થવાથી જે સમ્યક્તત્વ થાય છે તે સાયિક સમ્યક્ત્વ. ક્ષાયિક સમ્યકત્વ સંસારચક્રમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. આવેલું પાછું જતું નથી.
આ ત્રણે ઉપશમાદિ સમ્યક્ત્વ ચોથે-પાંચમે, છકે અને સાતમે ગુણઠાણે હોય છે. આઠમા ગુણઠાણાથી ફક્ત ઉપશમ અને ક્ષાયિક એમ બે જ સમ્યક્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org