________________
પરંતુ ઉત્તરોત્તર પરિણામની ધારા વૃદ્ધિ જ પામે તે અનિવૃત્તિકરણ કહેવાય છે. આ ત્રીજા કરણથી મિથ્યાત્વ ઘણું નબળું પડતું જાય છે. આત્મા પાસે મિથ્યાત્વની જે સ્થિતિ સત્તામાં હાલ છે તે સ્થિતિમાંનો થોડો આઘભાગ ભોગવવા માટે રાખી તેની ઉપરની અન્તર્મુહૂર્ત કાળ પ્રમાણ સ્થિતિનું અંતરકરણ કરે છે. અંતરકરણ એટલે આંતરું કરવું તે. દા. ત. સવારે નવ વાગે એક જીવ સમ્યક્ત્વ પામવા માટે ત્રણ કરણ શરૂ કરે છે. ૯ થી ૧૦માં યથાપ્રવૃત્તકરણ, ૧૦ થી ૧૧માં અપૂર્વકરણ, ૧૧ થી ૧૨માં નિવૃત્તિકરણ કરતો જીવ ૧૨ થી ૧ વાગ્યાની સ્થિતિમાં જે મિથ્યાત્વ મોહનીય ગોઠવેલી છે તેનું અંતરકરણ કરે છે. એટલે કે તે સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં દલિતોને જીવ ઉપર-નીચેની બંને સ્થિતિઓમાં નાંખીને ખાલી કરે છે. જેથી મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ થાય છે. પ્રથમ ભાગને ભોગવતો, અંતરકરણને ખાલી કરતો અને બીજી સ્થિતિને ઉપશમાવતો ઉપશમાવતો જીવ અનિવૃત્તિકરણ પૂર્ણ કરે છે. જ્યારે અંતરકરણમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રથમ સમયે જ મિથ્યાત્વ મોહનીયકર્મ ન હોવાથી ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તે જ ચોથું ગુણસ્થાનક કહેવાય છે. તેનું નામ ‘અવિરત સમ્યદૃષ્ટિ ગુણસ્થાનક છે. આ અંતકરણમાં જીવ આવે ત્યારે દૃષ્ટિ સમ્યગ્-સાચી બની જાય છે. પરંતુ ભોગો તરફથી વિરતિ નથી. એટલે ‘અવિરત સમ્યગ્દષ્ટિ' કહેવાય છે. આ ગુણઠાણે આવેલો જીવ સત્તામાં રહેલી મિથ્યાત્વ મોહનીયના ત્રણ ભાગ કરે છે. ડાંગરની જેમ જે દલિયાં-ચોખ્ખાં થાય છે તે સમ્યક્ત્વમોહનીય, જે અર્ધ ફોતરાવાળી ડાંગરની જેવાં થાય છે તે મિશ્ર મોહનીય. અને હજુ તેવાં ને તેવાં જ રહે છે તે મિથ્યાત્વમોહનીય કર્મ કહેવાય છે.
અંતરકરણમાં જીવ ઉપશમ સભ્યદૃષ્ટિ છે. તે સમ્યક્ત્વ ફક્ત અંતઃર્મુહૂર્ત જ ટકે છે. અંતઃકરણ પૂર્ણ થતાં ત્રણે દર્શન મોહનીય સત્તામાં છે. તેમાંથી જો સમ્યક્ત્વ મોહનીય ઉદયમાં આવે તો ગુણઠાણું ચોથું જ રહે છે. પરંતુ સમ્યક્ત્વ ઉપશમને બદલે ક્ષયોપશમ કહેવાય છે. કારણ મિથ્યાત્વ મોહનીય હવે દબાયેલી રહી નથી. મંદ થઈ સમ્યક્ત્વ મોહનીય રૂપે ભોગવાય છે. આ ક્ષયોપશમ સમ્યક્ત્વ વધુમાં વધુ ૬૬ સાગરોપમ કાળ સુધી રહે છે. અસંખ્યાતી વાર આવજા કરે છે.
પરંતુ જો મિશ્ર મોહનીયનો ઉદય થાય તો ત્રીજું ગુણસ્થાનક આવે છે.
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org