________________
અભવ્ય કહેવાય છે. આ બંને ભાવો પારિણામિક છે. કર્મકૃત નથી માટે બદલાતા નથી. ભવ્યના પણ ત્રણ પ્રકાર હોય છે. (૧) આસન્ન ભવ્ય (૨) દુર્ભવ્ય અને (૩) જાતિભવ્ય. જે જીવ નજીકના કાળમાં જ મોક્ષે જવાના હોય તે આસનભવ્ય; જે જીવો લાંબા કાળે મોક્ષે જવાના હોય તે દુર્ભવ્ય. જે જીવો મોક્ષે જવાને યોગ્ય હોવા છતાં નિગોદમાંથી નીકળવાના નથી અને મનુષ્યાદિ ભવોનો યોગ ન મળવાથી મોક્ષે નથી જ જવાના તે જાતિભવ્ય કહેવાય છે. પ્રશ્ન : અભવ્ય પણ મોશે નથી જવાના અને જાતિભવ્યો પણ મોક્ષે
નથી જવાના. તો આ બંનેમાં તફાવત શું ? ઉત્તર : અભવ્યો મનુષ્યાદિ ભવરૂપ મોક્ષનાં નિમિત્તોનો યોગ પામે
છે. પરંતુ પોતાની યોગ્યતા નથી. જેમ વળ્યા સ્ત્રી પુરુષનો યોગ પામે છે, પરંતુ સંતાનફળની યોગ્યતા નથી. તેમ અભવ્યો પણ મોક્ષફળ પામી શકતા નથી, તેથી પોતાની યોગ્યતાના અભાવે વધ્ય સ્ત્રી જેવા છે. જાતિભવ્યો પોતાની મોક્ષે જવાની યોગ્યતા ધરાવે છે, પરંતુ મનુષ્યાદિ ભવરૂપ મોક્ષનાં નિમિત્તોનો યોગ નથી પામતા તેથી વિધવા સ્ત્રી જેવા છે. જેમ વિધવા સ્ત્રીમાં સંતાનફળની યોગ્યતા છે. પરંતુ પુરુષનો યોગ નથી,
તેમ જાતિભવ્યોને મનુષ્યાદિ ભવોનો યોગ નથી. અભવ્યો માત્ર યથાપ્રવાકરણ જ કરી શકે છે. આગળ વધી શકતા નથી પરંતુ ભવ્ય જીવોમાં કોઈ જીવો યથાપ્રવૃત્તકરણ કરી પાછા પણ ફરી જાય છે. કોઈક ત્યાં ને ત્યાં અટકી પણ જાય છે અને કોઈ કોઈ ભવ્ય જીવ જેનો વધેલો ઉત્સાહ અપૂર્વ છે તેવા જીવો બીજું કારણ “અપૂર્વકરણ કરે છે. અપૂર્વ - પહેલાં કદાપિ ન આવેલો જે અધ્યવસાય તે અપૂર્વકરણ. આવું અપૂર્વકરણ કોઈ વૈરાગ્યવાન ભવ્ય જીવો કરે છે. આ કરણ કરવા વડે અનાદિ કાળથી આત્મામાં જે રાગદ્વેષની ગાંઠ હતી તે તૂટી જાય છે એટલે કે “ગ્રંથિભેદ થાય છે. જેમ આખી સોપારી ખાવી દુષ્કર છે, પરંતુ તેનો ચૂરો કર્યો હોય તો ખાઈ શકાય છે. સોપારીનું બળ ઘટી જાય છે તેવી જ રીતે અનાદિ કાળથી આત્મામાં રાગદ્વેષની જે ગાંઠ હતી તેને અપૂર્વકરણ વડે આ આત્મા તોડી નાંખે છે, રાગ-દ્વેષને ઢીલા કરે છે.
ત્યારબાદ ત્રીજું અનિવૃત્તિકરણ કરે છે. જ્યાંથી આત્મા પાછો ન ફરે
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org