________________
> ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ આત્મામાં જ્યાં સુધી આત્મકલ્યાણની સાચી દૃષ્ટિ આવતી નથી. સંસાર જ પ્રિય લાગે છે ત્યાં સુધી જીવ પહેલા ગુણઠાણે છે. પહેલા ગુણઠાણાનું નામ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક છે. મિથ્યા-અવળી-ઊલટી દૃષ્ટિ છે જેની તે મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. સર્વે જીવોને અનાદિ કાળથી મિથ્યાદૃષ્ટિ નામનું પહેલું ગુણસ્થાનક હોય છે. જ્યાં સુધી ધર્મસંજ્ઞા આવતી નથી, ઇન્દ્રિયસુખ જ પ્યારા લાગે છે. આત્મા, પરમાત્મા, મોક્ષ, સંસાર જેવાં તત્ત્વો સમજાતાં નથી. મોક્ષાદિ ઉપાદેય તત્ત્વો તરફ રુચિ થતી નથી ત્યાં સુધી જીવોને આ પહેલું ગુણઠાણું હોય છે.
પહેલા ગુણઠાણાથી જીવ જ્યારે સમ્યક્ત્વ પામે છે ત્યારે ચોથા ગુણઠાણે જાય છે. પરંતુ તે ચોથે ગુણઠાણે જવા માટે પહેલા ગુણઠાણમાં જ જીવને નીચે મુજબ પ્રક્રિયા કરવી પડે છે.
પહેલા ગુણઠાણે રહેલા જીવો ત્રણ કરણ કરે છે. કરણ એટલે અધ્યવસાય, વિચાર, પરિણામ. તે ત્રણનાં નામો આ પ્રમાણે છે. (૧) યથાપ્રવૃત્તકરણ (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. તે ત્રણેનું સ્વરૂપ આ પ્રમાણે છે.
યથાપ્રવૃત્તકરણઃ યથા = જેમતેમ, પ્રયત્ન વિના, સ્વાભાવિક રીતે, પ્રવૃત્ત, આવેલો, પ્રવર્તેલો જે આત્મપરિણામ - વૈરાગ્યવાળો અધ્યવસાય તે યથાપ્રવૃત્તકરણ. જેમ પર્વત પાસે નદી વહેતી હોય અને પર્વતના પથ્થરો નદીમાં પાણીના વહેણથી અથડાતા-પીડાતા કરચલીઓ કપાઈને ગોળ થાય છે તેવી રીતે આ જીવ સંસારમાં રખડતો રખડતો, દુઃખ અનુભવતો કોઈના મરણાદિ જોઈને વૈરાગ્યવાળો બને તે યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. આ ન્યાયનું નામ “નદીગોલધોલાય' કહેવાય છે.
આવા યથાપ્રવૃત્તકરણના સ્મશાનીયા વૈરાગ્ય જેવા વૈરાગ્યવાળા પરિણામ આવવાથી જીવ આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ તોડીને માત્ર એક કોડાકોડી સાગરોપમમાં પણ કંઈક ઓછી બનાવે છે. અભવ્ય અને ભવ્ય બંને પ્રકારના જીવો આ કરણ કરે છે. પછીનાં કરણો ફક્ત ભવ્ય જીવો જ કરે છે. એક કરોડ ગુણ્યા એક કરોડ બરાબર કોડાકોડી કહેવાય છે. મોક્ષે જવાને જે યોગ્ય હોય તેને ભવ્ય કહેવાય છે. અને જે મોક્ષે જવાને કદાપિ યોગ્ય નથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org