________________
હોય છે. ક્ષયોપશમ હોતું નથી, કારણ કે સમ્યક્ત્વમોહનીયનો ઉદય હવે નથી.
ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ત્રણે પ્રકારના સમ્યક્ત્વવાળા જીવને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણામાંથી જ્યારે અપ્રત્યાખ્યાનીય કષાય મંદ થવાથી દેશવિરતિ ગુણ પ્રાપ્ત થાય ત્યારે પાંચમું ગુણઠાણું કહેવાય છે. આ ગુણઠાણું દેવ નારકીને હોતું નથી. ફક્ત તિર્યંચ મનુષ્યોને જ હોય છે. તેઓ અંશતઃ સંસાર છોડી દેશિવરતિધર બને છે. તે પાંચમું ગુણસ્થાનક.
દેશવિરતિ ગ્રહણ કરનારાને શ્રાવકનાં બાર વ્રતો હોય છે. તે આ પ્રમાણે
છે :
(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત : મોટા જીવો (હાલતા-ચાલતા ત્રસ) જીવોને નિરપરાધીને મારે જાણીબૂઝીને હણવા-હણાવવા
નહીં.
(૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત ઃ જેનાથી આપણે જૂઠાબોલા કહેવાઈએ, લોકો વિશ્વાસ ન કરે, ઇજ્જત હલકી થઈ જાય, પ્રતિષ્ઠા ગુમાવાય તેવું જૂઠું બોલવું નહીં.
(૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ઃ જેનાથી આપણે ચોર કહેવાઈએ, ચોરીનો ગુનો લાગુ થાય, ફોજદારી કેસ થાય એવી ચોરી કરવી નહીં. માલિકની રજા વિના માલ લેવો નહીં.
:
(૪) સ્વદારાસંતોષ ઃ પરદારાવિરમણ વ્રત : નાતજાતના વ્યવહારથી પ્રાપ્ત થયેલી પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીની સાથે વ્યવહાર કરવો નહીં. પરસ્ત્રીનું સેવન કરવું નહીં.
(પ) પરિગ્રહ પરિમાણ વ્રત : ધન, મિલકત વિગેરે પરિગ્રહનું માપ ધારવું. ધારેલા માપથી ઉપર જવું નહીં.
(૬) દિશા પરિમાણ વ્રત : પૂર્વાદિ ચારે દિશાઓમાં ઉપર અને નીચે એમ છએ દિશાઓમાં જવા-આવવાનો જીવનભરનો નિયમ ધારવો; તે ઉપરાંત જવું નહિ.
(૭) ભોગોપભોગ વિરમણ વ્રત ઃ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જે ચીજો એકવાર ભોગવાય તેવી છે તે ભોગ, અને વારંવાર ભોગવાય તેવી ચીજો છે તે ઉપભોગ. જેમ કે રાંધેલું અનાજ, ફ્રુટ તે ભોગ
Jain Education International
૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org