________________
થાય તે દાનાન્તરાય. (૨) દાનેશ્વરીને ઘેર લેવા જઈએ, વિનયથી માગણી કરીએ છતાં
આપણને પ્રાપ્ત ન થાય, અને પ્રાપ્ત થાય તો ઢોળાઈ જાય, લૂંટાઈ
જાય તે લાભાન્તરાર્ય. (૩) એક વખત ભોગવાય એવી જે વસ્તુઓ તે ભોગ જેમકે રાંધેલું
અનાજ, ફુટ તે ઘરમાં હોવા છતાં માંદગી-અપચો અજીર્ણ અથવા તેવા પ્રકારના રોગાદિના કારણે આપણે ખાઈ-પી ન શકીએ તે
ભોગાન્તરાય. (૪) વારંવાર વપરાય એવી જે વસ્તુઓ તે ઉપભોગ. જેમ કે કપડાં,
સ્ત્રી, અલંકાર આદિ, તે બધું હોવા છતાં શરીર એવા રોગોથી ઘેરાયેલું હોય કે તે વસ્તુઓનો ઉપભોગ ન કરી શકીએ તે
ઉપભોગાન્તરાય. (૫) યુવાવસ્થાદિ હોવા છતાં આત્મા શરીરથી દુર્બળ બને તે વીર્યાન્તરાય
કર્મ.
આ અંતરાયકર્મ “ભંડારી” જેવું છે. મંત્રી જેવું છે. જેમ મંત્રી માલિકને આડુંઅવળું સમજાવે કે જેથી માલિકની દાનાદિ આપવાની ઈચ્છા હોવા છતાં આપી ન શકે તેમ અન્તરાય કર્મના ઉદયથી જીવ દાનાદિ આપી શકતો નથી. જિનેશ્વર પરમાત્મા, કેવલી પરમાત્મા, સાધુસંતો, મહાત્મા પુરુષો આદિની સેવા-પૂજન-ભક્તિનો નિષેધ કરનારા, અને હિંસા, જૂઠ-ચોરી-મૈથન તથા પરિ ગ્રહ આદિ પાપોમાં જ આસક્ત રહેનારા જીવો આ અંતરાયકર્મ બાંધે છે અને જિનેશ્વર પરમાત્મા આદિની સેવા-પૂજા-ભક્તિ કરનારા જીવો તથા હિંસાદિનો નિષેધ કરનારા જીવો આ અંતરાયકર્મ તોડે છે.
આ પ્રમાણે આત્મા આઠ પ્રકારનાં કર્મો બાંધે છે. આયુષ્યકર્મ ભવમાં એક જ વાર બંધાય છે. અને શેષ સાત કર્મો આત્મા સમયે સમયે બાંધે છે. આયુષ્યકર્મ સાત ગુણઠાણા સુધી જ બંધાય છે. મોહનીયકર્મ નવમા ગુણઠાણા સુધી જ બંધાય છે. વેદનીયકર્મ તેરમા ગુણઠાણા સુધી બંધાય છે અને શેષ સર્વે કર્મો દસમા ગુણઠાણા સુધી બંધાય છે.
બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાં કર્મોની વિવક્ષા સંખ્યામાં ઓછીવત્તી
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org