________________
૭૧ ભેદો થાય છે.
સરળ સ્વભાવ અને સંસારની આસક્તિ ઓછી, રુદ્ધિની તથા શરીરના સુખ શૈલ્યપણાની અને ખાવાપીવાની આસક્તિ જેને ઓછી હોય તે જીવ નામકર્મની પુણ્યતત્ત્વમાં આવતી ૩૭ પ્રકૃતિઓ બાંધે છે. અને વક્રસ્વભાવવાળો જીવ, ખાવાપીવા, પૈસા, અને શરીરાદિની ઘણી જ મમતાવાળો જીવ નામકર્મની પાપતત્ત્વમાં આવતી ૩૪ પ્રકૃતિઓ બાંધે છે.
હવે નામકર્મનું સ્વરૂપ પૂર્ણ કરીને ગોત્ર કર્મ સમજાવીશું. (૭) ગોત્ર કર્મ :
જીવ જે કર્મના ઉદયથી ઊચ્ચકુલોમાં અને નીચ કુલોમાં જન્મ ધારણ કરે તે ગોત્રકર્મ. તેના ૨ ભેદો છે. (૧) ઉચ્ચગોત્ર અને (૨) નીચગોત્ર. ઊંચા પ્રશંસીય અને સંસ્કારી કુલોમાં આત્માનો જે જન્મ થાય તે ઉચ્ચગોત્ર. નીચા તુચ્છ, બીન સંસ્કારી કુળોમાં આત્માનો જે જન્મ થાય તે નીચ ગોત્ર, આ ગોત્ર કર્મ કુંભાર જેવું છે. જેમ કુંભાર સારો ઘડો પણ બનાવે છે કે જે ઘટ કુંભસ્થાપનાદિ શુભ કામમાં વપરાય છે. તથા ખરાબ ઘટ પણ બનાવે છે કે જે ઘટ મંદિરાદિ ભરવામાં વપરાય છે. તેવી રીતે ગોત્રકર્મ પણ જીવને ઊંચા નીચા ઘરોમાં લઈ જાય છે, માટે ગોત્રકર્મ કુંભાર જેવું છે.
પોતાની નિન્દા અને પરની પ્રશંસા કરનારો જીવ, તથા ગુણોને જ જોનારો જીવ, તથા અભિમાનાદિથી રહિત જીવ, અને જિનેશ્વરાદિની ભક્તિ કરનારો આત્મા ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. અને તેનાથી વિપરીત વર્તન કરનારો જીવ એટલે કે પોતાની પ્રશંસા અને બીજાની નિન્દા કરનારો જીવ, તથા બીજાના દોષો જ જોનારો અને અભિમાનાદિથી ભરેલો આત્મા નીચગોત્રકર્મ બાંધે છે.
(૮) અંતરાય કર્મ :
દાનાદિ આપતાં આત્માને જે રુકાવટ કરે - વિઘ્નભૂત બને તે અંતરાયકર્મ કહેવાય છે. તેના પાંચ ભેદો છે. (૧) દાનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) ભોગાન્તરાય (૪) ઉપભોગાન્તરાય (૫) વીર્યાન્તરાય.
(૧) આપણી પાસે સંપત્તિ હોય, યોગ્ય પાત્ર લેવા માટે આવ્યાં હોય, દાનનું ફળ આપણે જાણતા હોઈએ છતાં આપવાનું મન જ ન
Jain Education International
૧૦૨
For Private & Personal Use Only
www.jainelibrary.org