________________
– લોગસ્સસૂત્ર યાને ચોવીસ ભગવન્તોની સ્તુતિ
જંબુદ્રીપના આ ભરતક્ષેત્રમાં ત્રીજા અને ચોથા આરામાં વર્તમાન ચોવીશીમાં થયેલા ‘ઋષભદેવથી મહાવીર સ્વામી' સુધીના ૨૪ તીર્થંકર ભગવન્તોની આ સૂત્રમાં સ્તવના-વંદના કરેલી છે. પાંચ ભરત અને પાંચ ઐરાવત એમ દશ ક્ષેત્રોમાં ૨૪/૨૪ તીર્થંકર ભગવન્તો થાય છે, જેઓ શાસનની સ્થાપના કરે છે, જ્યાં ચડતો-પડતો કાલ આવે છે તેને ઉત્સર્પિણી અવસર્પિણી કાળ કહેવાય છે.
લાગે . કાઉસગ્ગમાં આવા ૧૯ દોષો લાગે છે જે ત્યજવા જેવા છે. તેનું વર્ણન ચૈત્યવંદનભાષ્ય આદિ ગ્રન્થોમાં કરેલું છે.
જે કાળમાં દિવસે દિવસે બુદ્ધિ-આયુષ્ય-શરીરમાન-સુકાળ વિગેરે વધતાં જાય તે કાળને ઉત્સર્પિણી કાળ કહેવાય છે. અને જે કાળમાં બુદ્ધિ આદિ ઘટતાં જાય તે કાળને અવસર્પિણી કાળ કહેવાય છે. ભરત-ઐરાવત ક્ષેત્રોમાં જ આવો કાળ હોય છે. આ દશે ક્ષેત્રોમાં ઉત્સર્પિણીમાં વધતા આયુષ્યવાળા અને અવસર્પિણીમાં ઘટતા આયુષ્યવાળા તીર્થંકર ભગવન્તો થાય છે.
પ્રશ્ન : ઉત્સર્પિણી, અવસર્પિણી તથા તેના ૬/૬ આરા, તેનું માપ વિગેરે શું છે ? તથા ભરત-ઐરાવત-મહાવિદેહાદિ ક્ષેત્રો ક્યાં આવ્યાં ?
ઉત્તર :
આ વિષય નવતત્ત્વમાં તથા ક્ષેત્રસંબંધી વિચાર વખતે સમજાવીશું. પ્રશ્ન : અન્ય દર્શનકારો પ્રભુના ૨૪ અવતાર માને છે તેની સાથે આ ૨૪ તીર્થંક૨ ભગવન્તોની માન્યતાને શું કાંઈ સામ્ય ખરું ?
: ના. તેઓ જગતમાં થયેલી ધર્મની ગ્લાનિ દૂર કરવા પ્રભુ ફરીફરી જન્મ ધારણ કરે તેમ માને છે પરંતુ તે માન્યતા યુક્તિયુક્ત નથી. પરમાત્મા થયેલા પ્રભુ ફરી જન્મે નહીં અને ફરી જન્મે તે પરમાત્મા પ્રભુ કહેવાય નહીં. વળી આ ચોવીશ તીર્થંકર ભગવન્તો આપણી જેમ સંસારમાં ફરતા જીવો જ હતા. તેઓએ પોતાના સંસારીભવોમાં દાનાદિ અને તપાદિ ઉત્તમ ધર્માનુષ્ઠાનો સેવ્યાં. પરોપકાર કરવાની મહત્તમ ભાવના
૩૦
પ્રશ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org