________________
પ્રશ્ન
ભાવી. એટલે તીર્થંકરનામકર્મ બાંધી અંતિમ મનુષ્યભવ પ્રાપ્ત કરી તીર્થંકર થયા. પૂર્વભવોમાં સેવેલી પરોપકારી ભાવના વડે ધર્મતીર્થની સ્થાપના કરી ધર્મોપદેશ આપ્યો. સંસાર તરવાનો સાચો માર્ગ બતાવ્યો. આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા તે ફરી કદાપિ સંસારમાં આવતા નથી.
: દરેક ચોવીશીમાં ચોવીશ જ તીર્થંકર ભગવન્તો જ થાય ! આવું કેમ ?
ઉત્તર : આવું મહાન પુણ્ય ઉપાર્જન કરનારા અને આખા જગતને તારવાની વિશાળ કરુણાવાળા જીવો ઘણા અલ્પ જ હોય છે. અને તે પણ ભરત-ઐરાવતમાં આટલાં જ હોય છે. કદાચ વધુ જીવો આવા પુણ્યશાળી હોય તો તે મહાવિદેહમાં તીર્થંકર થાય છે. અહીં કેટલાક લોકો એવી યુક્તિ આપે છે કે એક ઉત્સર્પિણી એક અવસર્પિણી કાળમાં ચોવીસ વાર ઉચ્ચગ્રહો અને નક્ષત્રાદિનો યોગ આવે છે. માટે ૨૪ જ તીર્થંકર ભગવન્તો જન્મે છે. કદાચ આ યુક્તિ સત્ય હોય તો તે તે વિષયના જ્ઞાની મહાત્માઓ જાણે.
જૈનોના આ તીર્થંકર પરમાત્માઓ ગયા ભવોથી જ ધર્માભિમુખ હોય છે, તીવ્ર પુણ્યશાળી હોય છે. માતાના ગર્ભમાં આવે ત્યારે પણ તેમની માતા ઉત્તમ ૧૪ મહાસ્વપ્નો જુએ છે. તેઓનાં ઘરોમાં ધન-ધાન્યાદિની વૃદ્ધિ થાય છે. જન્મસમયાદિ વિશિષ્ટ પ્રસંગોમાં દેવ-દેવીઓનું વારંવાર આગમન-નમન-સ્તવન હોય છે. તેમના જીવનના મુખ્ય પાંચ પ્રસંગો જગતના જીવોને સુખ આપનાર, કલ્યાણ કરનાર હોય છે માટે કલ્યાણક કહેવાય છે. (૧) ચ્યવન (ગર્ભમાં આવવું) (૨) જન્મ (૩) દીક્ષા (૪) કેવળજ્ઞાન અને (૫) નિર્વાણ (મોક્ષપ્રાપ્તિ) કોઈના પણ ઉપર રાગદ્વેષ-ક્લેશ-કંકાસ કરતા નથી. યોગી આધ્યાત્મિક-વૈરાગી જીવન જીવનારા હોય છે. સંસારની અને રાજ્યોની ખટપટોમાં અટ્ટાપટ્ટા ખેલવાથી દૂર હોય છે. તપ-ધ્યાનાદિથી કર્મો ખપાવી, ઉપસર્ગો-પરિષહો સહન કરી કેવળજ્ઞાન મેળવી સ્વયં સર્વજ્ઞ થનારા હોય છે. આવા ચોવીસે ભગવન્તો જરા અને મેલનો નાશ કરનારાને મેં આ સૂત્ર
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org