________________
> (૪) ઉપાધ્યાયજીના ર૫ ગુણો :
ભગવાનના મુખથી નીકળેલી વાણીને ગણધર ભગવન્તો બાર શાસ્ત્રરૂપે ગૂંથે છે. તેને દ્વાદશાંગી કહેવાય છે. તથા તેના ઉપર સમજાવવા માટે બીજા અગિયાર અંગો પણ રચે છે તે ઉપાંગ કહેવાય છે. એમ કુલ ૧૨ અંગો, ૧૧ ઉપાંગો અને ૧ ચરણ સિત્તરી અને ૧ કરણ સિત્તરી એમ કુલ ૨૫ શાસ્ત્રો ઉપાધ્યાયજી ભણાવે છે. માટે તે ૨૫ શાસ્ત્રો ભણાવવા સ્વરૂપ ઉપાધ્યાયજીના ૨૫ ગુણો છે. ચરણ સિત્તરી એટલે ચારિત્રના સિત્તેર ભેદનું વર્ણન બતાવનાર શાસ્ત્ર અને કરણ સિત્તરી એટલે ક્રિયાના સિત્તેર ભેદોનું વર્ણન બતાવનાર શાસ્ત્ર એમ કુલ ૨૫ પ્રકારનાં શાસ્ત્રો જે ભણે અને ભણાવે તે ઉપાધ્યાયજીના ૨૫ ગુણો છે. > (૫) સાધુના સત્તાવીશ ગુણો :
આચાર્ય મહારાજની જેમ પાંચ મહાવ્રત પાળે તે ૫ ગુણ, પૃથ્વીકાયાદિ છ કાયાનું રક્ષણ કરે તે ૬ ગુણ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરે તે ૫ ગુણ, એમ કુલ ૫ + ૬ + ૫ = ૧૬ ગુણો થયા તથા (૧૭) રાત્રિભોજન ત્યાગ (૧૮) ક્ષમા ધારણ કરવી, (૧૯) લોભનો નિગ્રહ કરવો (૨૦) વસ્ત્રાદિનું શુદ્ધ રીતે પાલન, (૨૧) સંયમમાં યથાર્થ પ્રવૃત્તિ કરવી, (૨૨) અશુભ વિચારો રોકવા, (૨૩) અશુભ ભાષા બોલવી નહીં, (૨૪) ખરાબ ચેષ્ટા કરવી નહીં, (૨૫) શીતાદિ પરિષદો સહન કરવા, (૨૬) મરણાદિ ઉપસર્ગો સહન કરવા, (૨૭) ચિત્તની નિર્મળતા.
આ પ્રમાણે પાંચ પરમેષ્ઠીના કુલ ૧૦૮ ગુણો છે. તેઓ ગુણી હોવાથી હંમેશાં વંદનીય-પૂજનીય છે. આ નવકાર મંત્રમાં તેઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે આચાર્ય મહારાજના ૩૬ ગુણોને બતાવતું પંચિંદિય સૂત્ર સમજાવાય છે. > પંચિંદિય સૂત્ર
આ સૂત્રમાં આચાર્યશ્રીના ૩૬ ગુણો છે. આપણે કોઈ પણ ધર્મક્રિયા જ્યારે કરીએ ત્યારે ધર્મક્રિયા કરતા બરાબર વિવેક જળવાય એટલા માટે આ સૂત્ર બોલવા વડે સ્થાપના સ્થપાય છે. ગુરુજીની હાજરી આપણને વિવેકી
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org