SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) છત્ર ભગવન્તના મસ્તક ઉપર ત્રણ લોકનું સ્વામિત્વ સૂચવનારા ઉપરાઉપરી છત્રો હોય છે. આ બાર ગુણોમાં પ્રથમના ચાર ગુણો આત્માના અતિશયો છે અને બાકીના આઠ દેવોએ રચેલા અતિશયો છે એમ જાણવું. (૨) સિદ્ધ ભગવન્તના ૮ ગુણો : (૧) અનંતજ્ઞાન (૨) અનંત દર્શન (૩) અવ્યાબાધ સુખ (૪) અનંતચારિત્ર (૫) અક્ષય સ્થિતિ ક્ષયથી ક્ષયથી જ્ઞાનાવરણીય કર્મના અનંતજ્ઞાન પ્રગટ થાય છે. - દર્શનાવરણીય કર્મના અનંતદર્શન પ્રગટ થાય છે. - વેદનીય કર્મના ક્ષયથી પીડા વિનાનું ‘અવ્યાબાધ સુખ' હોય છે. મોહનીય કર્મના ક્ષયથી અનંતચારિત્ર અતિ શુદ્ધ હોય છે. આયુષ્યકર્મના ક્ષયથી કદાપિ મરવું પડે નહીં તેવી ‘અક્ષયસ્થિતિ’ગુણ પ્રાપ્ત થાય છે. Jain Education International (૬) અરૂપીપણું (૭) અગુરુલઘુપણું (૮) અનંતવીર્ય આ પ્રમાણે સિદ્ધ ભગવન્તના આઠ ગુણો જાણવા. નામકર્મનો ક્ષય થવાથી શરીર વિનાનું અરૂપીપણું હોય છે. ગોત્રકર્મના ક્ષયથી ઊંચ-નીચ કુળ વિનાના તે અગુરુલધુ. અંતરાય કર્મના ક્ષયથી આત્માનું અનંતવીર્ય પ્રગટ થાય છે. >> (૩) આચાર્ય મહારાજના ૩૬ ગુણો : ગુરુપદે બિરાજમાન ત્રણ વ્યક્તિઓમાંથી પ્રથમ આચાર્યશ્રી છે. તેમના ૩૬ ગુણો છે. તે છત્રીસે ગુણોનું વર્ણન નવકાર પછીના પંચિંદિય સૂત્રમાં આવે છે. તેથી હવે પછી પંચિંદિય સૂત્ર કહેવા વડે આચાર્યશ્રીના છત્રીસ ગુણોનું વર્ણન સમજાવીશું. ૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy