________________
પાવર. માન એટલે અભિમાન, માયા એટલે જૂઠ-કપટ, લોભ એટલે આસક્તિ, પૃહા આ ચાર કષાયો કર્મબંધનાં કારણો છે. તેમાં ક્રોઘ બહારથી દેખાતો કષાય છે. કારણ કે આપણે કોઈની સાથે ઝઘડ્યા હોઈએ તો થાક લાગે છે, માથું દુઃખે છે, તાવ આવે છે. કરનારને પોતાને પસ્તાવો પણ થાય છે. મારામારી વખતે કોઈ છોડાવવા પણ આવે છે. પરંતુ માન, માયા અને લોભ આ ત્રણ અંદરના કષાય છે.
બીજાને બહારથી દેખાતા જ નથી તો વારવા-રોકવા બીજા માણસો ક્યાંથી આવે ? માટે આ આન્તરિક શત્રુઓથી વધારે ચેતવા જેવું છે.
વળી લોભનો અર્થ આપણે ધનની કરકસર એટલો જ કર્યો છે તે બરાબર નથી, કારણ કે તેનો અર્થ કરવાથી જે ધનવાન માણસો હોય છે તેમાં જ લોભ હોય એવી ભ્રાન્તિ થાય છે અને સૌ કોઈને પોતાની પાસે ખાસ ધનવિશેષ નથી એમ જ દેખાય છે. બીજા શ્રીમન્તો જ ધનવાન લાગે છે, એટલે આપણામાં જાણે લોભ છે જ નહીં એમ માની બેસે છે. માટે ધન માત્રમાં લોભ શબ્દ ન ગોઠવતાં લોભ, ઇચ્છા, સ્પૃહા, વાસના, આશા, અપેક્ષા એવો અર્થ કરવો જોઈએ કે જેથી આપણામાં પણ લોભની માત્રા સમજાય.
વળી ચારે કષાયોમાં સૌ પ્રથમ આ જીવને પોતાના મનમાં કોઈ પણ જાતની ઇચ્છા જ લોભ ઉત્પન્ન થાય છે. પછી તે ઇચ્છાને પૂર્ણ કરવા માટે જીવ માયા શરૂ કરે છે. માયા પ્રમાણે ધાર્યું કાર્ય થાય અર્થાત્ માયા સફળ થાય તો જીવને માન ઉત્પન્ન થાય છે. અને જો માયા પ્રમાણે ધાર્યું કાર્ય ન થાય અર્થાત માયા નિષ્ફળ જાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ચાર કષાયોની ઉત્પત્તિનો ક્રમ છે.
(૪) ત્રણ પ્રકારનો યોગ - મન, વચન અને કાયાનો યોગ કર્મબંધનું કારણ છે. ઉપર મુજબ મિથ્યાત્વાદિ કર્મબંધના નિમિત્તોથી આ જીવ કર્મ બાંધે છે. તે કર્મના સામાન્યથી ૮ અને વિશેષથી ૧૨૦, ૧૨૨, ૧૪૮, ૧૫૮ ભેદો છે તેનું સ્વરૂપ આ પ્રમાણે :
(૧) જ્ઞાનાવરણીય કર્મ : આત્માના જ્ઞાનગુણને ઢાંકે, આચ્છાદિત કરે તે જ્ઞાનાવરણીય. આ કર્મ આંખના આડા પાટા જેવું છે. જેમ આંખોની આડે પાટો મારવાથી આત્મા જ્ઞાની હોવા છતાં કંઈ દેખી શકતો નથી. તેમ જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા જીવ પણ સત્તાથી અનંત જ્ઞાનવાન હોવા છતાં પણ કાંઈ જાણી શકતો નથી.
જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો, પાટી-પુસ્તક આદિની આશાતના, હત્યા, વિનાશ, અપમાન, ન છાજે તેવું વર્તન, બાળવું વિગેરે કરવાથી જીવ ,
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org