________________
જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે અને જ્ઞાની તથા જ્ઞાનનાં સાધનોની ભક્તિ, બહુમાન, પ્રશંસા, પૂજા, આદર-સત્કાર કરવાથી તથા ભણવાભણાવવાથી કર્મને તોડી શકે છે.
આ જ્ઞાનાવરણીય કર્મના કુલ પાંચ ભેદ આ પ્રમાણે છે :
જ્ઞાન પાંચ પ્રકારના છે. એટલે જ્ઞાનોનું આવરણ કરનાર કર્મ પણ પાંચ પ્રકારનું છે.
(૧) મતિજ્ઞાન
: પાંચ ઇન્દ્રિય અને મનથી થતું જે જ્ઞાન તે મતિજ્ઞાન.
(૨) શ્રુતજ્ઞાન
(૩) અવધિજ્ઞાન
(૪) મન:પર્યવજ્ઞાન
(૫) કેવળજ્ઞાન
આ પાંચ પ્રકારનાં જ્ઞાનોમાંથી હાલ ભરત-ઐરાવતમાં પ્રાયઃમતિ શ્રુત બે જ જ્ઞાન હોય છે. તથા મતિ શ્રુત અને અવિધ આ ત્રણ જ જ્ઞાનો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ બંને જીવોને હોય છે. સમ્યગ્દષ્ટિને થાય તો તે ત્રણે સમ્યજ્ઞાન કહેવાય છે અને મિથ્યાષ્ટિને થાય તો તે મિથ્યા જ્ઞાન-અજ્ઞાન અર્થાત્ કુશાન કહેવાય છે. એટલે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન કહેવાય છે.
ઃ ગુરુ અને શાસ્ત્રના આલંબને થતું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન
: મર્યાદામાં રહેલાં રૂપી દ્રવ્યોનું ઇન્દ્રિયોની સહાય વિના જે જ્ઞાન તે અવધિજ્ઞાન
Jain Education International
: સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવનું જે જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન
: લોકાલોકનું તથા સર્વકાળનું જે સંપૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાન.
મન:પર્યવજ્ઞાન ફક્ત મનુષ્યગતિમાં જ થાય છે અને તે પણ સાધુ-સંતને થાય છે. અર્થાત્ વિશિષ્ટ મુનિભગવન્તોને જ થાય છે. કેવળજ્ઞાન સર્વથા ઘાતીકર્મોના ક્ષય પછી મનુષ્યને જ થાય છે.
આ પાંચ જ્ઞાનો ઉપરનું આચ્છાદન કરનારું જે કર્મ તે જ્ઞાનાવરણીય. તે પણ ઉપરના નામે પાંચ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય વિગેરે.
(૨)દર્શનાવરણીય કર્મ : પદાર્થોમાં ધર્મ બે પ્રકારના છે. (૧) સામાન્ય ધર્મ અને (૨) વિશેષ ધર્મ. જેમ કે દૂરથી એક પદાર્થ દેખાય ત્યારે ‘આ કંઈક છે' એવું જે જ્ઞાન થાય તે સામાન્ય ધર્મનું જ્ઞાન કહેવાય છે. (તેનું જ નામ દર્શન છે.) અને ‘આ માનવ છે', ‘આ પુરુષ છે’, ‘આ કાન્તિભાઈ
૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org