________________
યા મણિભાઈ છે', વિગેરે વિશેષ ધર્મોનું જે જ્ઞાન થાય તે જ્ઞાન કહેવાય છે.
વિશેષ ધર્મોના જ્ઞાનને જ્ઞાન કહેવાય છે. પરંતુ સામાન્ય ધર્મોના જ્ઞાનને શાસ્ત્રમાં દર્શન કહેલું છે. તે દર્શનના ચાર ભેદો છે. (૧) ચક્ષુદર્શન (૨) અચકુદર્શન (૩) અવધિદર્શન (૪) કેવળ દર્શન. તેના અર્થો આ પ્રમાણે છે. (૧) ચક્ષુદર્શન : ચક્ષુરિન્દ્રિય દ્વારા વિષયનો જે સામાન્ય
બોધ થાય તે. (૨) અચક્ષુદર્શન ? ચક્ષુ વિનાની શેષ ઇન્દ્રિયો અને મન દ્વારા
જે સામાન્ય જ્ઞાન થાય તે. (૩) અવધિદર્શન : અવધિજ્ઞાનવાળા આત્માને રૂપી દ્રવ્યોનું
પ્રથમ જે સામાન્ય જ્ઞાન થાય તે. (૪) કેવળદર્શન : કેવળજ્ઞાની આત્માને સકળ જગતનું જે
સામાન્ય જ્ઞાન થાય તે. મતિ અને શ્રુતજ્ઞાનવાળાને ચક્ષુ અને અચક્ષુ દ્વારા દર્શન થાય છે, માટે તેઓને બે દર્શન થાય છે. અવધિજ્ઞાનવાળાને અવધિદર્શન અને કેવળજ્ઞાનવાળાને કેવળદર્શન હોય છે. મન:પર્યવવાળાને પ્રથમથી જ વિશેષ બોધ થાય છે, માટે મન:પર્યવ જ્ઞાન જ હોય છે. મન:પર્યવદર્શન હોતું નથી.
આ ચારે દર્શનોને ઢાંકનારું જે કર્મ તે દર્શનાવરણીય કર્મ પણ ચાર પ્રકારનું છે. (૧) ચક્ષુદર્શનાવરણીય (૨) અચક્ષુદર્શનાવરણીય (૩) અવધિદર્શનાવરણીય (૪) કેવળદર્શનાવરણીય.
દર્શનાવરણીયના ચાર ભેદો છે. તેમાં અત્યારે અવધિદર્શનાવરણીય અને કેવળદર્શનાવરણીય સર્વથા ઉદય પામેલ છે. એટલે અવધિદર્શન અને કેવળદર્શન સર્વથા ઢંકાઈ ગયાં છે. પરંતુ ચક્ષુ-અચક્ષુ આ બે દર્શનાવરણીય કર્મો દેશઘાતી છે. માટે પોતાના ગુણને કંઈક ને કંઈક ખુલ્લો રાખે છે. (જો કે તેમાં પણ અપવાદ છે કે એકેન્દ્રિય-બેઇન્દ્રિય અને તે ઇન્દ્રિયના ભવમાં ચક્ષુ ન મળવાથી ચક્ષુદર્શનાવરણીય સ્વાવાર્ય ગુણનો સર્વથા ઘાત કરે છે અને અવધિદર્શનાવરણીય કદાચિત દેશઘાતી રૂપે પણ ઉદયમાં આવે છે. જેથી અવધિદર્શન પ્રગટ પણ થાય છે. પરંતુ આ સામાન્યથી હાલના મનુષ્ય-તિર્યંચોને આશ્રયી સમજાવેલ છે) એટલે હાલના મનુષ્ય-તિર્યંચાદિ જીવોને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બે યત્કિંચિત્ ખુલ્લાં હોય છે. ૧૦૦/૨૦૦ ફૂટ દૂરથી જોઈ – વાંચી શકવાની સાંભળવાની શક્તિઓ ખૂલી હોય છે. પરંતુ તે ખૂલી શક્તિને પણ પાંચ પ્રકારની નિદ્રા (ઊંઘ) ઢાંકી કાઢે છે. જ્યારે નિદ્રા આવે છે ત્યારે જોવા, વાંચવા, સાંભળવા, સૂંઘવા, ચાખવા વિગેરેની ખૂલી રહેલી જે થોડી શક્તિઓ
૮
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org