________________
(૨) દેવતા-નારકીઓનું જે શરીર તે વૈક્રિય શરીર. તે શરીર બનાવવા માટે જે પુદ્ગલો કામ આવે તેને વૈક્રિય વર્ગણા કહેવાય છે. (મનુષ્ય-તિર્યંચોના પણ વૈક્રિય શરીરમાં આ વર્ગણા કામ આવે છે.)
(૩) ચૌદ પૂર્વધર મહાત્મા સાધુ ભગવન્તો સીમંધરસ્વામી આદિને પ્રશ્નો પૂછવા માટે.
મહાવિદેહ ક્ષેત્રમાં જવા માટે જે શરીર બનાવે તે આહારક શરીર, આ શરીર બનાવવા માટેનાં જે પુદ્ગલો તે આહારક વર્ગણા કહેવાય છે.
(૪) જમેલા આહારને પચાવે તે તેજસ શરીર અથવા તેજોલશ્યા કે શીતલેશ્યા રૂપે થતું જે શરીર તે તેજસ શરીર, તે બનાવવા માટેના જે પુદ્ગલો તે તેજસ વર્ગણા.
(૫) શ્વાસ લેવા-મૂકવા માટે વપરાતા જે પુદ્ગલો તે શ્વાસોશ્વાસ વર્ગણા. (૬) ભાષારૂપે વપરાતા અને મુકાતા જે પુદ્ગલો તે ભાષા વર્ગણા. (૭) મનરૂપે ચિંતન-મનનમાં વપરાતા જે પુદ્ગલો તે મનવર્ગણા. (૮) સમયે સમયે કર્મસ્વરૂપે બંધાતા જે પુદ્ગલો તે કાર્મણ વર્ગણા.
આ આઠ વર્ગણાઓમાં ઔદારિક વર્ગણામાં અનંત પ્રદેશો છે તેના કરતાં વૈક્રિય વર્ગણામાં અધિક પ્રદેશો, આહા૨ક વર્ગણામાં અધિક પ્રદેશો એમ પછી પછીની વર્ગણામાં અધિક-અધિક પ્રદેશો છે અને કદ નાનું નાનું છે. જેમ ઊભરો આવેલું દૂધ આખી તપેલીમાં ઓછું હોવા છતાં વ્યાપે અને પાણી નાંખો ત્યારે ૫૨માણુઓ વધે. પરંતુ તપેલી અડધી થાય તેમ વર્ગણાઓમાં પણ સમજવું. આ આઠ વર્ગણાઓમાં પ્રથમની ચાર વર્ગણાઓ સ્થૂલ છે. આંખે દેખાય છે. બાદર પરિણામી છે અને પાછળની ચાર વર્ગણાઓ સૂક્ષ્મ છે. આંખે ના દેખાય તેવી છે. સૂક્ષ્મ પરિણામી છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ તેથી રૂપી છે. આ પુદ્ગલાસ્તિકાય આપણને આહાર, પાણી, ઔષધ, વસવાટ, વસ્ત્રાદિ રૂપે સહાય કરે છે. આ જીવ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોની સહાયથી પોતાનું જીવન જીવે છે. દરેક દ્રવ્યો પોતપોતાના ગતિસહાયક આદિ સ્વભાવે જીવને સહાય કરે છે. આ આઠે વર્ગણાઓ ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. સર્વત્ર વ્યાપ્ત છે.
Jain Education International
૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org