________________
જેમ એક જ રૂમમાં હજારો દીવાના ગોળાનો પ્રકાશ એકસાથે રહી શકે છે તેવી જ રીતે આ ઘર્માસ્તિકાયાદિ દ્રવ્યો અને આઠ વર્ગણાઓ એકસાથે એક જ ક્ષેત્રે સાથે રહી શકે છે.
હાલ આપણને જે જે પુદ્ગલો ખુરશી, ટેબલ, મકાન, વસ્ત્રાદિ દેખાય છે તે મૂળથી એકેન્દ્રિયાદિ જીવોનાં નિર્જીવ થયેલાં ઔદારિક શરીરો જ છે અર્થાત્ ઔદારિક વર્ગણા જ છે. બીજી વર્ગણાઓ આજે દૃશ્ય નથી. દા. ત. ખુરશી, ટેબલમાં વપરાયેલું લાકડું-તે વનસ્પતિકાયના નિર્જીવ થયેલાં શરીરો છે. વસ્ત્રાદિમાં વપરાયેલા કપાસ, રૂ પણ વનસ્પતિકાયના નિર્જીવ થયેલા પુગલો છે. સોનું, રૂપું, લોઢું વિગેરે પૃથ્વીકાય જીવોના નિર્જીવ થયેલાં શરીરો છે.
આ રીતે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય સમજાવ્યું છે.
હવે કાળદ્રવ્યની વાત વિચારીએ. કાળ એ નિશ્ચયથી દ્રવ્ય નથી, પર્યાયરૂપ છે. વ્યવહારથી ઉપચારે દ્રવ્ય છે. નિશ્ચયથી વર્તનાસ્વરૂપ કાળ છે. આપણું સામાયિકપણાના પર્યાયમાં વર્તવું તે કાળ છે. મનુષ્યપણે જન્મ્યા ત્યારથી મરીએ ત્યાં સુધીમાં મનુષ્યપણે વર્તવું તે વર્તના, એ જ મનુષ્યપણાનો કાળ છે. તે ચંદ્ર, સૂર્યના ભ્રમણ વડે ફક્ત માપવામાં આવે છે. સામાયિકની વર્તના ઘડિયાળ વડે માપવામાં આવે છે. ઘડી-ઘડિયાળ અને ચંદ્ર-સૂર્યના ભ્રમણથી થતા દિવસ-રાત્રિ એ તો વર્તમાન માપવામાં સાધન માત્ર છે. જેમ શરીરમાં આવેલો તાવ એ જ યથાર્થ તાવ છે છતાં તેને માપવા માટે વપરાતા થર્મોમીટરના પારાને જોઈને તાવ કહેવામાં આવે છે. થર્મોમીટરનો પારો કંઈ તાવ નથી, એ તો તાવ માપવાનું સાધન છે. તે જ રીતે ઘડી વિગેરે પણ કાળ માપવાનું સાધન છે, તેને વ્યવહારથી કાળ કહેવામાં આવે છે.
હવે કાળનો નાનામાં નાનો ભાગ નિર્વિભાજ્ય ભાગ તે સમય કહેવાય છે. એક આંખના પલકારામાં અસંખ્યાત સમયો થાય છે. સમય એ છેલ્લામાં છેલ્લો નિર્વિભાજ્ય ભાગ છે. એવા અસંખ્યાત સમયોની એક આવલિકા બને છે. ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકાનું ૧ મુહૂર્ત (૪૮ મિનિટ) બને છે. ત્રીસ મુહૂર્તનું એક અહોરાત થાય છે. પંદર અહોરાતનું એક પખવાડિયું થાય છે. બે પખવાડિયાનો એક માસ બને છે. બાર માસનું એક વર્ષ બને છે. પાંચ વર્ષનું એક યુગ થાય છે. અસંખ્યાત વર્ષોનું એક પલ્યોપમ થાય છે.
ચાર ગાઉ લાંબા, પહોળા, ઊંડા એવા કૂવામાં માણસોના માથામાંથી
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org