________________
જૂના કઢાવ્યા પછી સાત દિવસમાં ઉગેલા નવા વાળના અસંખ્યાત ટુકડા કરીને ભરેલા કૂવામાં દર સો સો વર્ષે એક એક ટુકડો તે કૂવામાંથી કાઢતા જેટલા સમયે તે કૂવો ખાલી થાય તેટલા કાળનું નામ એક પલ્યોપમ કહેવાય છે.
એવાં ૧૦ કોડાકોડી પલ્યોપમનું એક સાગરોપમ થાય છે. ૧૦ કોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણી થાય છે. અને ૧૦ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી થાય છે. કુલ ૨૦ કોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર થાય છે. એક કરોડ ગુણ્યા એક કરોડ બરાબર જે આંક થાય તે કોડાકોડી કહેવાય છે. સાગરના જેવી ઉપમાવાળો જે કાળ તે સાગરોપમ,
૭૦૫૬૦૦૦૦૦૦0000
ચોર્યાસી લાખ ગુણ્યા ચોર્યાસી લાખ બરાબર જે આંક થાય તે પૂર્વ કહેવાય છે. જેમ કે ૮૪૦૦૦૦૦ x ૮૪૦૦૦૦૦ વર્ષનું એક પૂર્વ કહેવાય છે. ૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લકભવ થાય છે. જીવનો નાનામાં નાનો ભવ એક ક્ષુલ્લકભવ પ્રમાણ હોય છે. સાડા સત્તર ક્ષુલ્લકભવનો એક શ્વાસોશ્વાસ થાય છે. ૩૭૭૩ શ્વાસોશ્વાસનું એક મુહૂર્ત થાય
છે.
=
આ બધો ઉપચરિતકાળ હોવાથી વ્યવહારકાળ છે. આ પ્રમાણે અજીવતત્ત્વનું વર્ણન સમજાવ્યું.
> (૩) પુણ્યતત્ત્વ :
જીવ જેના વડે સુખી થાય તે પુણ્ય, જે કર્મના ઉદયથી જીવને આનંદપ્રમોદ થાય, સગવડતા મળે, સુખ, સાનુકૂળતા મળે તે પુણ્ય કહેવાય છે. પુણ્ય બાંધવાના નવ પ્રકાર છે અર્થાત્ નવ પ્રકારે જીવ પુણ્ય બાંધે છે. (૧) યોગ્ય વ્યક્તિને અન્ન આપવાથી (૨) પાણી આપવાથી (૩) વસ્ત્ર આપવાથી (૪) વસવાટ આપવાથી (૫) શયન-આસન આપવાથી (૬) મનમાં શુભ વિચારો કરવાથી (૭) વચનમાં સારી ભાષા બોલવાથી (૮) કાયાથી પરોપકારાદિ કરવાથી (૯) દેવ-ગુરુધર્મની ભક્તિ-પ્રણામ કરવાથી. એમ નવ પ્રકારનાં કાર્યો કરવાથી જીવ પુણ્યકર્મ બાંધે છે.
આ પુણ્યકર્મ એ પણ એક પ્રકારનું કર્મ છે. સોનાની બેડી જેવું તે છે. અન્ને ત્યજવા જેવું છે. પરંતુ જ્યાં સુધી પાપ-આશ્રવ આદિ અશુભ ભાવો જીવમાંથી ગયા ના હોય ત્યાં સુધી તેઓને દૂર કરવા માટે આ શુભ ભાવો
૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org