________________
નામકર્મ હોતું નથી. (૪) ઉદ્યોત નામકર્મ : જે કર્મના ઉદયથી જીવનું શરીર ઠંડું હોય અને
પ્રકાશ પણ જગતને ઠંડો આપે તે ઉદ્યોત નામકર્મ. આ કર્મનો ઉદય ચન્દ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાના વિમાનોમાં જે પૃથ્વીકાય જીવો
છે, તેઓને હોય છે. (૫) અગુરુલઘુ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવને પોતાનું શરીર ન
ભારે લાગે અને ન હલકું લાગે. શરીરનું વજન ન લાગે તે
અગુરુલઘુ નામકર્મ. (૬) તીર્થકર નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવ ત્રણે જગતને પૂજનિક
બને, ચોત્રીસ અતિશયની સમૃદ્ધિવાળો બને તે તીર્થંકર નામકર્મ. (૭) નિર્માણ નામકર્મ ઃ જે કર્મના ઉદયથી જીવના શરીરના અવયવો
બધા પોતપોતાના સ્થાને બરોબર ગોઠવાય તે નિર્માણ નામકર્મ. (૮) ઉપઘાત નામકર્મ ઃ જે કર્મના ઉદયથી જીવ પોતાના જ શરીરના
અવયવોથી પોતે દુઃખી થાય, એવી શરીરમાં જે વિચિત્રતા પ્રાપ્ત થાય તે ઉપઘાત; જેમ કે રસોળી, ખૂંધ, ડબલ દાંત, કોઢ, તલ વગેરે. આ આઠ એકેક પ્રકૃતિઓ હોવાથી પ્રત્યેક પ્રવૃતિઓ કહેવાય છે. હવે પછી જે ૨૦ પ્રકૃતિઓ સમજાવાય છે તેમાં ૧૦ શુભ અને ૧૦ અશુભ એમ સામસામે જોડકારૂપ હોવાથી વીસ પ્રકૃતિઓ
સાથે જ સમજાવવામાં આવે છે. ૧-૨ : ત્રસ અને સ્થાવર : સુખદુઃખના સંજોગોમાં ઈચ્છા પ્રમાણે
હરીફરી શકે તેને ત્રસ કહેવાય છે. અને પોતાની ઈચ્છા પ્રમાણે
ન હાલ ચાલી શકે તે સ્થાવર. ૩-૪ : બાદર અને સૂક્ષ્મ જીવનું શરીર મોટું મળે જે આંખે જોઈ
શકાય તે બાદર અને આવું સૂક્ષ્મ શરીર મળે કે જે આંખે ન
જોઈ શકાય તે સૂક્ષ્મ કહેવાય છે. પ-૬ : પર્યાપ્તા અને અપર્યાપ્તા : જીવને આહારાદિ જે છ પતિઓ
છે તે પૂર્ણ કરી શકે તે પર્યાપ્તા અને પૂર્ણ ન કરી શકે તે અપર્યાપ્તા કહેવાય છે.
૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org