________________
ક્ષમાશ્રમણમૂર્તિ ! હું તમને વંદના કરવા ઇચ્છું છું. બીજા સાંસારિક પાપવાળા વ્યવહારો ત્યજીને હું શક્તિને અનુસારે વંદન કરું છું. > ઈરિયાવહિયા - તસ્સઉત્તરસૂત્ર :
જૈન શાસનને પામેલા સર્વે આરાધક સ્ત્રી-પુરુષો જ્યારે જ્યારે ઉત્તમ ધર્માનુષ્ઠાનો આચરે છે, ત્યારે ત્યારે સૌ પ્રથમ આ સૂત્રો બોલવા વડે આત્મશુદ્ધિ કરવા દ્વારા જ પ્રવર્તે છે. ધર્માનુષ્ઠાન કરવા માટે જતા-આવતા રસ્તામાં નાના-મોટા કોઈપણ પ્રકારના જીવોની હિંસા થઈ ચૂકી હોય તેની ક્ષમા માંગવાની ક્રિયા આ સૂત્રોમાં કરવામાં આવી છે. મહાત્મા પુરુષોએ આત્મશુદ્ધિ માટે કેટલું લક્ષ્ય દોર્યું છે ?
ગમણાગમણે = જતા-આવતા કોઈ જીવોના પ્રાણ ચાંપ્યા હોય, બીજાનો વિનાશ કર્યો હોય, લીલી લીલી હરિયાળી ખૂંદી હોય, ઝાકળ, કીડીઓના નગરાં, પાંચ રંગવાળી લીલફુલ, માટી, કરોળિયાની જાળો, આવા પ્રકારના જીવોથી ભરેલાં સ્થાનો ઉપર પગ મૂકવા વડે, બેસવા-ચાલવા વડે, જીવહત્યા કરી હોય, આ જીવહત્યામાં એક-બે-ત્રણ-ચાર કે પાંચ ઇન્દ્રિયોવાળા જીવોમાં જે કોઈ જીવો હણ્યા હોય. વળી તે જીવોને લાતે માર્યા હોય, ધૂળથી ઢાંક્યા હોય, ભૂમિ સાથે ઘસ્યા હોય, એક જગ્યાએ ભેગા કર્યા હોય, ત્રાસ ઉપજાવ્યો હોય, દુઃખ આપ્યું હોય, ડરાવ્યા હોય, સ્વતંત્રપણે ફરતાને પકડીને એક સ્થાનથી બીજા સ્થાને મૂક્યા હોય, સર્વથા હત્યા કરી હોય ઇત્યાદિ જે કાંઈ આવું અજુગતું પાપ મારા આત્માએ કર્યું હોય તે મારું પાપ હે પ્રભુ ! ક્ષમા થજો, માફ કરજો.
પોતાના કરાયેલા પાપની ક્ષમા આ જીવ યાચે છે. પસ્તાવો થાય છે. મને જેમ મારો જીવ વહાલો છે તેમ સર્વને પોતાનો જીવ વહાલો છે. આ શરીરમાં નાની સોય અડાડવામાં આવે તો પણ દુઃખ થાય છે તો પોતાના અલ્પ સ્વાદના સુખ ખાતર બીજા જીવોની હત્યા કેમ કરાય ? પશુ-પક્ષીઓ પણ પ્રાણી છે, જીવ છે. તેઓને પણ પોતાનું જીવન વહાલું છે. તેથી તેમની હત્યાથી બનતું જે માંસ હોય તેનો આહાર કેમ કરાય? માંસાહાર એ મહાપાપ
છે.
એક માણસ બીજા માણસનું ખૂન કરે તો તે ખૂન કરનારા ગુનેગાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org