________________
જવા માટે તેરમા ગુણઠાણાના છેડે યોગનિરોધ કરે છે. તે આ પ્રમાણે : > યોગનિરોધનું સ્વરૂપ આ પ્રમાણે છે :
સયોગી કેવલી ભગવાન કેવલી સમુદ્યાત કર્યા પછી મન, વચન અને કાયાનો યોગનિરોધ કરવા માટે પ્રથમ બાદર મનયોગનો વિરોધ કરે છે. ત્યારબાદ બાદર વચનયોગનો નિરોધ કરે છે. ત્યારબાદ બાદર કાયયોગનો નિરોધ કરે છે, ત્યારબાદ સૂક્ષ્મ મનયોગ, સૂક્ષ્મ વચનયોગ અને સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરે છે. આ સૂક્ષ્મ કાયયોગ નિરોધ કરતી વખતે કેવળ જ્ઞાની ભગવાન પોતાના આત્માને ઘનીભૂત કરે છે. એટલે કે આત્માનું જ્યાં જ્યાં પોલાણ હોય છે તે પૂરીને ઘનીભૂત બને છે.
જેમ એક વાસણમાં ભરેલું અનાજ વધુ જગ્યા રોકે છે, પરંતુ તેને ઠમઠોરવાથી પોલાણ પુરાવાથી જેમ જગ્યા ઓછી રોકે છે, તેવી રીતે આ આત્મા પોતાના આત્મપ્રદેશોને ઘનીભૂત કરે છે. તેથી લંબાઈ, પહોળાઈ અને જાડાઈ સંકોચાઈ જાય છે અને ૧૩ ઓછી થઈ જાય છે. ફક્ત ૨૩ લંબાઈ આદિ રહે છે. દા.ત., ઋષભદેવ પ્રભુની કાયા પાંચસો ધનુષ્ય લાંબી હતી. તેમની ધનીભૂતાવસ્થા ૩૩૩. ૨/૩ લંબાઈ રહે છે. યોગોનો સર્વથા નિરોધ થાય છે. શાતાવેદનીયનો બંધ અટકી જાય છે. શુક્લલેશ્યા પણ અટકી જાય છે. તેરમું ગુણઠાણું પણ પૂર્ણ થાય છે.
ત્યારબાદ ભગવાન અયોગી કેવલી ગુણસ્થાનકે જાય છે. અહીં મન. • વચન અને કાયાના યોગો બીલકુલ નહીં હોવાથી ભગવાન અયોગી કહેવાય
છે. આ ગુણઠાણાનો કાળ હ્રસ્વ-અ, ઈ, ઉં, ઝ, લૂં, એમ ગુજરાતી પાંચ હસ્વ સ્વરને બોલતા જેટલો સમય થાય તેટલો જ કાળ આ ગુણઠાણાનો જાણવો.
આ ગુણઠાણે યોગ ન હોવાથી સર્વથા કર્મબંધ નથી. તેથી અનાશ્રવ ભાવ (સર્વથા કર્મનું ન આવવું) છે, તથા સર્વસંવરભાવ કહેવાય છે. વળી આ પરમાત્મા અયોગી હોવાથી મેરુપર્વતની જેમ અત્યન્ત સ્થિર છે. માટે શેલેષીકરણ શિલેશ - મેરુપર્વત તેના જેવા સ્થિર) થાય છે.
આયુષ્ય નામ ગોત્ર વેદનીય આ ચારે અઘાતી કર્મોને ખપાવીને એક જ સમયમાં મોક્ષે જાય છે. દેહત્યાગ કર્યા પછી મોશે પહોંચતા ફક્ત એક જ સમય લાગે છે. વળી સમશ્રેણીથી મોક્ષે જાય છે. વાંકાચૂંકા કે આડાઅવળા મોક્ષે જતા નથી. મોક્ષે ગયા પછી અનંતકાળ ત્યાં સ્વભાવદશામાં સદા સ્થિર રહે છે. કેવળજ્ઞાનાદિ સ્વગુણોની રમણતામાં જ મગ્ન રહે છે અને એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org