________________
કેવળજ્ઞાની ભગવાન પોતાના શરીરમાંથી આત્માના પ્રદેશો બહાર કાઢીને ઊર્ધ્વ અને અધોલોકના છેડા સુધી ચૌદ રાજલોક પ્રમાણ આત્મપ્રદેશોને લાંબા કરે છે. તે આકાર લાકડી જેવો થવાથી તેને દંડ કહેવાય છે. ઉપર સિદ્ધશિલાથી એક યોજન ઊંચા સુધી, નીચે સાતમી નારકના તળિયા સુધી આત્મપ્રદેશોને લાંબા કરે છે. - બીજા સમયે આ દંડમાંથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં આત્મપ્રદેશોને લોકના છેડા સુધી પહોળા કરે છે. બે દિશામાં પહોળા થવાથી કમાડ જેવો આધાર બન્યો છે માટે તેને કપાટ કહેવાય છે. ત્રીજા સમયે ઉત્તર-દક્ષિણ આ મપ્રદેશો લોકના છેડા સુધી લંબાવે છે, જેથી ચારે દિશામાં આત્મા લાંબો થવાથી મન્થાન-રવૈયા જેવો આકાર બન્યો છે માટે મન્થાન કર્યું એમ કહેવાય છે. ચોથા સમયે ચારે ખૂણાઓમાં આત્મપ્રદેશો લંબાવે છે જેથી ચોથા સમયે આ ભગવાન સર્વલોકવ્યાપી બને છે. આ પ્રમાણે ૧ થી ૪ સમયોમાં આત્મા આખા લોકમાં વિસ્તાર પામે છે.
હવે પાંચમા સમયથી તે જ આત્મા પાછો સંકોચાય છે. પાંચમા સમયે આંતરામાંથી પાછો ફરે છે. છઠ્ઠા સમયે મન્થાનમાંથી પાછો ફરે છે. સાતમા સમયે કપાટમાંથી પાછો ફરે છે અને આઠમા સમયે દંડમાંથી પાછો ફરે છે અને જેવા હતા તેવા પુનઃ શરીરસ્થ બની જાય છે. આવી પ્રક્રિયાને કેવલી સમુદ્રઘાત કહેવાય છે. પ્રશ્ન : આવી પ્રક્રિયા કરવા માત્રથી નામકર્માદિ ત્રણ કર્મોનો ક્ષય કેવી
રીતે થાય ? ઉત્તર : કેવલી ભગવાનની આ ચમત્કારિક પ્રક્રિયા વિશેષ છે કે જેનાથી
તેમનાં ત્રણ કર્મો આ ક્રિયાથી તૂટીને આયુષ્યની સાથે સમાન બને છે. જેમ ધોયેલું સંકેલેલું કપડું પડ્યું હોય તો બાર કલાકે સુકાય તે જ કપડું જો વિસ્તૃત કરવામાં આવ્યું હોય તો ૧ કલાકમાં પણ સુકાઈ જાય છે. તેવી જ રીતે કેવલી ભગવાનનો આત્મા ચૌદ રાજલોકમાં વિસ્તૃત થવા વડે સમસ્ત કર્મોને તોડી શકે છે અને આયુષ્યની સાથે સમાન કરી શકે છે. આ કામકાજ
કેવલી જ કરી શકે છે, બીજાથી આ કાર્યવાહી થતી નથી. આ પ્રમાણે કેવલી સમુઘાત કર્યા પછી હવે ભગવાન ચૌદમે ગુણઠાણે
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org