________________
veen by
166666651561571
કાંટાળી કેડી
હે ભવ્યાત્મા ! આ સ'સારમાં ગુલાખ છે, તેા કાંટા છે સ્મિત છે તે અશ્રુ પણ છે, હર્ષી છે તેા શાક પણુ છે. અરે સ`સાર જ કાંટાળી કેડી છે,
તેમાં તારે ચાલવું છે, તે જૂતાનું રક્ષણ જોઇશે.
તેમ
કાંટાળા સંસારમાં જીવન ગાળવું છે, તે ધર્મનું રક્ષણ જોઈશે જ. નહિ તે
તારા આત્મામાં પડેલું અમૃત સરાવર સુકાઈ જશે.
અને પેલી કાંટાળી વાડમાં તારે એકાકી ચાલવું પડશે. માટે જ્યાં આત્મસુખ છે ત્યાં જોઈશ તે
તને કેડી પ્રાપ્ત થશે.
એક અદ્દભુત તત્ત્વ
નિજ શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તે મુક્તિ બીજ છે. સંસારસમુદ્રમાં આ આત્માનું સ્મરણુ
અગાધજળમાં તરવાની નાવ છે.
દુઃખરૂપ ભવાટવીથી બહાર નીકળવા માટે ભેમિયા છે. કર્માંના મળને બાળનાર અગ્નિ છે. વિકલ્પરૂપી ધૂળને ઉડાવી દેનાર વાયુ છે. અજ્ઞાનરૂપી રાગનું ઔષધ છે.
જ્ઞાન તપ ને રહેવાનું અનન્ય ઘર છે.
આત્મા અને પરમાત્માનું વિસ્મરણ તે ભાવમરણ છે. જે દેહના મરણ કરતાં વધુ દુ:ખદાયી છે.
*9
rary.org