________________
ચડેલો આ જીવ અગિયારમા ગુણઠાણાથી પાછો ફરે છે. તેને કાળક્ષયે પડ્યો કહેવાય છે. અગિયારમા ગુણઠાણાનો કાળ પૂરો થવાથી જે પડે તે કાળક્ષયે પતન કહેવાય છે. તે ૧૦ મે, ૯ મે, ૮ મે, ૭ મે અને ૬ કે ગુણઠાણે આવીને અટકે છે. અને ત્યારથી કદાચ ફરીથી પણ ઉપશમ અથવા ક્ષપક શ્રેણી માંડી શકે છે. જો ન અટકે તો પડતો પડતો વાવતા પહેલા ગુણઠાણા સુધી પણ પડી જાય છે. પરંતુ આટલાં આટલાં ગુણઠાણાં ચડીને આ જીવ અહીં આવેલ છે. માટે અર્ધપુદ્ગલ પરાવર્તે તો અવશ્ય મોક્ષે જાય જ છે.
એક ભવમાં આ ઉપશમ શ્રેણી વધુમાં વધુ બે વાર શરૂ કરે છે. અને આખા સંસારચક્રમાં ચાર વાર શ્રેણી માંડે છે. જેણે આ ભવમાં એકવાર ઉપશમ Pણી પ્રારંભી હોય તે જીવ આ ભવમાં ક્ષેપક શ્રેણી માંડી શકે છે તેમ કર્મગ્રંથકાર માને છે. અને સિદ્ધાન્તકાર એમ માને છે કે એક ભવમાં ફક્ત એક જ શ્રેણી જીવ માંડે છે. એટલે ઉપશમ શ્રેણી ૧ વાર માંડ્યા પછી ક્ષેપક શ્રેણી માંડતો નથી. આ પ્રશ્ન : આ ઉપશમ શ્રેણીમાં ચડનારા જીવો ૮, ૯, ૧૦ ગુણઠાણે
મોહનીયકર્મનો ઉપશમ કરે છે એમ કહ્યું. પરંતુ મોહનીયકર્મનો ઉપશમ કર્યા વિના ૮ મા સુધી આવ્યો કેવી રીતે ? કારણ કે મોહનીયનો જો ઉદય હોય તો ૪ થા ગુણઠાણાથી ઉપર આવી જ ન શકાય. માટે ઉપશમાવીને જ આવ્યો હોવો જોઈએ. જે ઉપશમાવીને અહીં શ્રેણીમાં આવ્યો હોય તો ફરીથી ૮,
૯, ૧૦ મે ઉપશમ કહેવાનું કારણ શું? ઉત્તર : ૪થા ગુણઠાણામાંથી ૮મા ગુણઠાણા સુધી જીવ જે ચડે છે તે
મોહનીયકર્મનો ઉપશમ કરીને નહીં. પરંતુ ક્ષયોપશમ કરીને ચડે છે. ઉદય અટકાવે છે, પરંતુ ઉપશમ કરતો નથી. ફક્ત
ક્ષયોપશમ કરે છે તેથી ૪થી ૮ ગુણઠાણાં સુધી ચડી શકે છે. પ્રશ્ન : ઉપશમ અને ક્ષયોપશમ એ બંનેમાં તફાવત શું ? ઉત્તર : ઉપશમ એટલે કર્મને સર્વથા દબાવી દેવું. જેમાં રસોદય પણ
ન હોય અને પ્રદેશોદય પણ ન હોય જેથી ઉપશાન્તાવસ્થા . કહેવાય છે. અને ક્ષયોપશમ એટલે કે અપ્રત્યાખ્યાની આદિ
૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org