________________
આઠમા ગુણઠાણે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, અપૂર્વ સ્થિતિબંધ આ પાંચે કાર્યો કરવા મોહનીયકર્મને ઉપશમાવી શકે તેવી પ્રાથમિક ભૂમિકા લઘુકર્મીપણું જીવ પ્રાપ્ત કરે છે. કર્મોને હળવાં કરે છે અને નવમે ગુણઠાણે મોહનીય કર્મની નોકષાય ૯ અપ્રત્યાખ્યાનીય ૪, પ્રત્યાખ્યાનીય ૪, અને સંજ્વલન ક્રોધ-માન માયા ૩ એમ ૨૦ પ્રકૃતિઓનો ક્રમશઃ ઉપશમ કરે છે. ત્યારબાદ જીવ દશમા ગુણસ્થાનકે જાય છે. દસમા ગુણસ્થાનકનું નામ સૂક્ષ્મ સંપરાય' જ્યાં ફકત હવે એક સૂમ લોભ જ ઉપશમાવવાનો બાકી છે. તે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે રહેલો જીવ લોભને પણ ઉપશમાવે છે. (ઉપશમાવવું એટલે દબાવવું, ભારેલા અગ્નિની જેમ ઢાંકવું.)
આ પ્રકારે ૮, ૯, ૧૦ એમ ત્રણ ગુણસ્થાનકોમાં આરોહણ કરતો જીવ મોહનીયકર્મને તદ્દન ઉપશમાવે છે. આ ત્રણ ગુણસ્થાનકોમાં ઉપશમાવતો ચડે ત્યારે આ ઉપશમ શ્રેણી કહેવાય છે. ઉપશમ ફક્ત એક મોહનીય કર્મનો જ થાય છે. ત્યારબાદ જીવ અગ્યારમાં ગુણઠાણે જાય છે. અગિયારમા ગુણઠાણાનું નામ “ઉપશાન્તમોહ ગુણસ્થાનક' સર્વથા ઉપશમી ગયો છે મોહ જેનો તે , ઉપશાન્તમોહ ગુણસ્થાનક. આ અગિયારમે ગુણઠાણે જ્યારે જીવ આવે છે ત્યારે તેનો મોહ તદ્દન ઉપશમી ગયો હોય છે.
૮, ૯, ૧૦, ૧૧ આ ચારે ગુણઠાણે જીવ આવ્યા પછી કદાચ વચમાં આયુષ્ય પૂરું થઈ જાય તો મૃત્યુ પણ પામી જાય છે. તેથી જઘન્યથી ૧ સમય કાળ હોય છે. અને વધુમાં વધુ અંતર્મુહૂર્ત કાળ જ રહે છે. તેથી વધારે કાળ આ ચારે ગુણઠાણામાં ક્યાંય રોકાતો નથી. જો મૃત્યુ પામે તો મરીને નિયમો દેવલોકમાં જ જાય છે. અને ઉપરના ચારે ગુણઠાણોમાંથી સીધું ચોથું ગુણઠાણું આવે છે કારણ કે દેવોને ચાર ગુણઠાણાં જ હોય છે અને આ રીતે મરીને દેવલોકમાં જનારાને ભવક્ષયે પડ્યો કહેવાય છે.
હવે જે જીવ “મૃત્યુ ન પામે તે પણ ૮, ૯, ૧૦, ૧૧મે ગુણઠાણે જઈને નિયમો ગબડે જ છે. કારણ કે મોહને ઉપશમાવીને આવેલ છે. તે ઉપશમાવેલ મોહ પુનઃ ઉદયમાં શરૂ થાય છે. આગળ ૧૨, ૧૩, ૧૪ ગુણઠાણાઓમાં તો મોહનો ક્ષય કર્યા પછી જ જવાય છે. માટે ઉપશમાવીને
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org