________________
કષાયોને મંદ કરી પોતાના રૂપે ઉપશમ કરી બીજા પ્રત્યાખ્યાનીય સંજુવલનાદિમાં પ્રવેશ કરી બીજા કષાયરૂપે ભોગવીને ક્ષય કરવો તે ક્ષયોપશમ - આ ક્ષયોપશમમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કર્મના દલિકો સંજ્વલન રૂપે ભોગવાય છે. માટે તેઓનો રસોદય નથી હોતો, પરંતુ પ્રદેશોદય હોય છે. પરકષાયરૂપે વેદન તે પ્રદેશોદય. ઉપશમ શ્રેણીમાં ચડેલો આ આત્મા મોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ કરવા વડે
ક્ષયોપશમને પણ હવે રોકે છે. ૧૧મું ઉપશાન્તમોહ ગુણઠાણું પડવૈયું જ હોય છે. ઉપશમ શ્રેણીવાળા જ જીવો અહિ આવે છે. ક્ષપક શ્રેણીવાળા જીવો ૮, ૯, ૧૦માથી સીધા ૧૨મા ગુણઠાણે જાય છે. ૧૧મે ગુણઠાણે ક્ષપક શ્રેણીવાળા જીવો આવતા નથી.
ક્ષપક શ્રેણીનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૪ થી ૭ ગુણઠાણામાં વર્તતા ક્ષયોપશમ સમ્યકૃત્વવાળા જીવ સૌ પ્રથમ સાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. પ્રથમ સંઘયણવાળો, તીર્થંકરાદિના કાળમાં વર્તતો મનુષ્ય જ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. મિથ્યાત્વાદિ ત્રણ દર્શનમોહનીય, ને ચાર અનંતાનુબંધી કષાય એમ સાત કર્મોનો ૪ થી ૭ ગુણઠાણામાં વર્તતો જીવ ક્ષય કરીને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ છ-સાતમે ગુણઠાણે આવી ક્ષેપક શ્રેણી માંડવાની ભૂમિકા સર્જે છે.
ત્યારબાદ ૮ મે ગુણઠાણે અપૂર્વકરણમાં અપૂર્વ પરિણામવાળો થઈ સ્થિતિઘાતાદિ પાંચ કાર્યો કરવા વડે ઘણો જ લઘુકર્મી જીવ બને છે. મોહનીયકર્મનો નાશ કરવા માટે સામર્થ્ય પ્રાપ્ત કરે છે. ત્યારબાદ “અનિવૃત્તિકરણ' નામના નવમા ગુણઠાણે જીવ જાય છે. ત્યાં મોહનીયકર્મની ઉપશમ શ્રેણીની જેમ જ ૨૦’ પ્રકૃતિઓ ખપાવે છે. ત્યારબાદ આ જીવ સૂક્ષ્મસંપરાય ગુણઠાણે જાય છે. ત્યાં સંજ્વલન લોભને ખપાવે છે. આ પ્રમાણે ૮, ૯, ૧૦ એમ ત્રણ ગુણઠાણામાં વર્તતો આ જીવ સર્વથા મોહનીયકર્મનો ક્ષય કરીને બારમા ગુણઠાણે જાય છે. અગિયારમું ગુણઠાણું ઉપશાન્તનું હોવાથી આ જીવ અગિયારમાં ગુણઠાણે જતો નથી. દસમાથી સીધો બારમા ગુણઠાણે જાય છે.
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org