________________
આવે તો ગતિ ૪ / જાતિ પ/શરીર પ/અંગોપાંગ ૩/સંધાતન પ/બંધન પસંધયણ ૬/સંસ્થાન ૬/વર્ણ પ/ગંધ ર/રસ પ/સ્પર્શ ૮/આનુપૂર્વી વિહાયોગતિ ૨, એમ કુલ ૧૪ પિંડપ્રકૃતિઓના ૬૫ ભેદો થાય છે. તે ૬૫ ઉત્તરભેદો + ૮ પ્રત્યેક + ૧૦ ત્રસદશક + ૧૦ સ્થાવર દશક = ૯૩ પ્રકૃતિઓ.
કેટલાક આચાર્યો પાંચ બંધનને બદલે પંદર બંધન માને છે. તેથી ૧૦ પ્રકૃતિઓનો આંક વધારે થાય છે. એટલે ૯૩ ને બદલે ૧૦૩ ગણાય છે. પ્રશ્ન : પંદર બંધનો કેવી રીતે થાય છે?
ઔદારિક શરીરની સાથે ૪, વૈક્રિય શરીરની સાથે ૪, આહારક શરીરની સાથે જ, તેજસ શરીરની સાથે ૨, અને કાર્મણ શરીરની
સાથે ૧ એમ કુલ ૧૫ થાય છે. (૧) ઔદારિક ઔદારિક બંધન (૨) ઔદારિક તેજસ બંધન (૩) ઔદારિક કાર્મ બંધન અને (૪) ઔદારિક તેજસ કાર્પણ બંધન (૫) વૈક્રિય વૈક્રિય બંધન (૬) વૈક્રિય તેજસ બંધન (૭) વૈકીય કામણ બંધન અને (2) વૈક્રિય તેજસ કાર્પણ બંધન (૯) આહારક આહારક બંધન (૧૦) આહારક તેજસ બંધન (૧૧) આહારક કાર્પણ બંધન (૧૨) આહારક તેજસ કાર્પણ બંધન (૧૩) તેજસ તેજસ બંધન (૧૪) તેજસ કામણ બંધન અને (૧૫) કાર્પણ કાર્પણ બંધન.
આ પ્રમાણે જે આચાર્યો ૧૫ બંધન સ્વીકારે છે. તેમના મતે પિંડપ્રકૃતિઓના ભેદ ૬પને બદલે ૭૫ થાય છે. તેથી ૭૫ + ૮ + ૧૦ + ૧૦ મેળવતાં ૧૦૩ ભેદો થાય છે. નામકર્મના ૬૭ ભેદો આ પ્રમાણે છે.
ચૌદ પિંડ પ્રકૃતિના જે પાંચ બંધન ગણતાં ૯૩ ભેદો પૂર્વે કહ્યા છે. તેમાંથી પાંચ બંધન અને પાંચ સંધાતન શરીરના નામવાળા જ છે. તથા શરીરની સાથે સંબંધવાળા છે. એટલે શરીરમાં જ ગણી લેવાના છે. તેથી ૧૦ જુદાં ગણવા નહીં. તથા વર્ણ ૫/ગંધ ૨ | રસ ૫ | સ્પર્શ ૮ એમ જે ૨૦ ભેદો કહ્યા છે, તેને બદલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એમ ચાર જ મુળભેદ ગણવા. તેથી ૧૬ બીજા પણ ઓછા કરવા તેથી ૯૩ માંથી ૧૦ + ૧૬ = ૨૬ ભેદો ઓછા કરતા નામકર્મના ૬૭ ભેદો થાય છે. આ
નામકર્મમાં બંધમાં ૬૭ ભેદો ગણાય છે. ઉદય- ઉદીરણામાં પણ ૬૭
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org