________________
(૨) જેમ નદીની સૂકી રેતીમાં કરેલા ચીરા પવન જ્યારે આવે ત્યારે
જ બુઝાય; પાણીની જેમ જલ્દી ન પુરાય. તેની જેમ ઝઘડેલા માનવીઓ પંદર દિવસને બદલે વધારે કાલે યાવત ચાર મહિને
ભેગા થાય તે રેતીની રેખા સમાન પ્રત્યાખ્યાનીય ક્રોધ. (૩) જેમ ગામડાનાં તળાવની માટીમાં પાણી સુકાય પછી જે ચીરા પડે
છે તે ફરીથી બાર મહિને જ્યારે વરસાદ આવે અને તળાવની માટી પીગળે ત્યારે જ પુરાય છે. તેની જેમ ઝઘડેલા જે માણસો બારે મહિને સંવચ્છરી પ્રતિક્રમણ આદિ કરવા દ્વારા ભેગા થાય તે “માટીની રેખા' સમાન અપ્રત્યાખ્યાનીય ક્રોધ. જેમ પર્વતમાં પડેલી ચીરાડ કેમે કરી ભેગી થતી નથી તેની જેમ ઝઘડેલા જે માનવીઓ કેમે કરી ભેગા ન જ થાય તે પર્વતની
રેખા સમાન અનંતાનુબંધી ક્રોધ. (૫) નેતરની સોટી જેમ વાળો તેમ જલ્દી વળી જાય. તેની જેમ જે
આત્મામાં એવું માન હોય કે સહેજ સમજાવીએ એટલે તુરત માન છોડી નમી જાય તે સંજ્વલન માન. લાકડાની સોટી જેમ નેતરની સોટી કરતા મુશ્કેલીથી વળે તેની જેમ જેનું માન વધારે કડક હોય, મુશ્કેલીથી સમજે તે પ્રત્યાખ્યાનીય
માન. (૭) હાડકું જેમ જલ્દી વળે જ નહીં, ઘણી જ મુશ્કેલીઓથી વળે અને
કદાચ ભાંગી પણ જાય; તેની જેમ ઘણું જ સમજાવતાં કદાચ નરમ
થાય તે અપ્રત્યાખ્યાનીય માન. (૮) પથ્થરનો સ્તંભ જેમ કોઈપણ રીતે વળે જ નહીં, તેની જેમ જે
માણસ બહુ સમજાવવા છતાં ન જ સમજે, પોતાનું માન ન જ
મૂકે તે અનંતાનુબંધી – માન. (૯) વાંસલાથી લાકડું છોલવામાં આવે ત્યારે તેની છાલમાં જે વળાંક
હોય છે કે જે સહેજ હથેળીમાં ચીમળાવાથી જ ભાંગી જાય તેની જેમ જેના પેટમાં રહેલી માયા-વળાંક સહેજ સમજાવવાથી દૂર થઈ જાય તે સંજ્વલન માયા.
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org