________________
(૧૦)ગાડે જડેલો બળદ ચાલતાં ચાલતાં જે મૂત્રધારા કરે છે. તે શરીર
ચલિત હોવાથી વળાંકવાળી છે. તે પાછળથી રેતી ભેગી થાય ત્યારે વળાંક ભાંગી જાય છે. તેની જેમ જેના વળાંક થોડી
મુશ્કેલીઓથી દૂર થાય તે પ્રત્યાખ્યાની માયા. (૧૧) ઘેટાના શીંગડામાં જે વળાંકો છે તે કોઈ રીતે દૂર કરી શકાતા
નથી. કદાચ અતિ ઘણા પ્રયત્ન તે વળાંક જાય તેની જેમ જેની
માયા દુષ્કર હોય તે અપ્રત્યાખ્યાની માયા. (૧૨)વાંસના ઝાડના મૂળમાં જેમ આકરી અને કઠિન ગાંઠો હોય છે,
કે જે કોઈપણ પ્રકારે વક્રતા મૂકતી નથી તેની જેમ જેના પેટમાં રહેલી માયા હજારો ઉપાય વડે પણ ન જાય એવી તીવ્ર માયા તે
અનંતાનુબંધી માયા. (૧૩)હળદરનો રંગ કપડા ઉપર અથવા શરીર ઉપર લાગ્યો હોય તો
સાબુ આદિના સામાન્ય પ્રત્યનોથી દૂર થાય છે. તેમ જેના મનમાં રહેલી સ્પૃહા, વાસના, ઇચ્છા સહેજ સમજાવતાં જ દૂર થઈ જાય
તે સંજ્વલન લોભ. (૧૪) કાજળનો રંગ કપડાં ઉપર અથવા શરીર ઉપર લાગ્યો હોય તો
તેને દૂર કરવા હળદરના રંગ કરતા વધારે પ્રયત્ન કરવો પડે છે. તેની જેમ જેના મનમાં રહેલો લોભ વધારે મહેનતપૂર્વક સમજાવવાથી
જાય તે પ્રત્યાખ્યાનીય લોભ. (૧૫)ગાડાનાં પૈડાંમાં જે તેલનો મેલ છે, જેને ગુજરાતમાં “મળી'
કહેવામાં આવે છે તેના ડાઘ ઘણી જ મુશ્કેલીથી અને બહુ જ ઉપાયોથી જાય છે. તેની જેમ જેનો લોભ ઘણી જ સમજાવટથી
જાય, તુરત ન શમે તે અપ્રત્યાખ્યાનીય લોભ. (૧૬) કીરમજનો (મજીઠનો) જે રંગ તે અતિશય પાકો રંગ. કોઈપણ
ઉપાયોથી જાય જ નહીં. કોઈપણ પ્રકારે ન જાય એવો જે લોભ
તે અનંતાનુબંધી લોભ. ઉપર મુજબ કષાય મોહનીય કર્મના ૧૬ ભેદો છે. આ સોળે કષાયો તરતમતાવાળા છે, પરંતુ સંસાર વધારનારા છે. ચીકણા કર્મ બંધાવનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org