SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. સૂક્ષ્મ સંપરાય ૫. યથાખ્યાત ચારિત્ર મધ્યમથી ૪ ઉપવાસ, અને ઉત્કૃષ્ટથી ૫ ઉપવાસ, પારણામાં પણ આયંબિલ કરે. આ પ્રમાણે ૬ માસ તપ કરે પછી તપ કરનાર સેવા કરે અને સેવા કરનાર તપ કરે એમ ૬ માસ સુધી તપ કરે, ત્યાર બાદ ગુરુ તપ કરે, બાકીના ૮માંથી ૧ ગુરુ બને અને ૭ સેવા કરે. આ પ્રમાણે અઢાર મહિના સુધીનું આ તપ છે તે દ્વારા ચારિત્ર નિર્મળ કરે તે પરિહાર વિશુદ્ધિ. Jain Education International : ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીમાં ચઢેલો આત્મા આઠમા-નવમા ગુણઠાણા પછી મોહનીય કર્મને ઉપશમાવીને અથવા ખપાવીને દસમે ગુણઠાણે જ્યારે આવે ત્યારે સૂક્ષ્મ એવો ફક્ત લોભ જ કષાય ઉદયમાં બાકી રહે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવાય છે. : જેવું ભગવન્તોએ કહ્યું છે તેવું સંપૂર્ણ વીતરાગ-રાગદ્વેષ વિનાનું સર્વથા નિર્દોષ જે ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. આ ચારિત્ર ૧૧-૧૨-૧૩-૧૪ એમ ચાર ગુણઠાણાઓમાં હોય છે. આ ચારિત્રમાં મોહનીય કર્મનો ઉદય બિલકુલ નથી માટે વીતરાગ ચારિત્ર છે. આ પ્રમાણે સંવર તત્ત્વના ૫૭ ભેદોનું વર્ણન પૂર્ણ થયું. > (૭) નિર્જરાતત્ત્વ : જૂનાં બાંધેલાં કર્મોનો અંશે અંશે ક્ષય કરવો તે નિર્જરા કહેવાય છે. આત્મામાં બંધાયેલાં કર્મોને તોડવા માટે તપ એ પ્રધાન કારણ છે પરંતુ તે તપ ફક્ત આહારના ત્યાગથી જ નથી માટે બે પ્રકારે છે. એક બાહ્ય તપ ૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy