________________
અને બીજો અત્યંતર તપ - આ બંને તપના છ-છ પ્રકારો છે.
બાહ્યતાના ૬ પ્રકાર : જે શરીરને તપાવે - લોકો દેખી શકે, જેને જોઈને લોકો તપસી કહે તે બાહ્ય તપ કહેવાય છે. તેના છ પ્રકાર છે. (૧) અણસણ
: આહારનો ત્યાગ. આહાર ચાર જાતના
છે તે આ પ્રમાણે. ૧. અશન
: ભોજન-જે ખાવાથી પેટ ભરાય,
રોટલો-રોટલી-ભાખરી વિગેરે ૨. પાણ
: જે પીવાય તે જલાદિ ૩. ખાદિમ
: જે ખવાય પરંતુ પેટ ન ભરાય તે મેવા
- ફુટ વિગેરે. ૪. સ્વાદિમ
: જે મુખવાસરૂપે જ લેવાય તે વરિયાળી
વિગેરે. આ ચારે પ્રકારના આહારનો ત્યાગ તે ચોવિહાર. પાણી વિના ત્રણ આહારનો ત્યાગ તે તિવિહાર. ઉપવાસ-એકાસણું-આયંબિલ - છઠ-આઠમ વિગેરે જે તપ તે બાહ્યતા. (૨) ઉણોદરિકા
: ભૂખ કરતાં ઓછું ખાવું તે ઉણોદરી -
બેચાર કોળિયા ઓછું ખાવું. (૩) વૃત્તિસંક્ષેપ
: ઇચ્છાઓને રોકવી તે ખાવાની ચીજોમાં
ઇચ્છાઓનો કંટ્રોલ કરવો તે. (૪) રસત્યાગ
: રસવાળી જે ખાસ વિશિષ્ટ વસ્તુ તેનો
ત્યાગ કરવો. (૫) કાયકલેશ
: કાયાને કંઈ ને કંઈ કઠિનાઈઓમાં રાખવી,
સુખશેલીયા ન થવું તે. (૬) સંલીનતા
: શરીરનાં અંગોપાંગ સંકોચીને રાખવાં.
વિકાર-વાસના ન થાય તે રીતે રહેવું તથા ઈચ્છાઓને સંક્ષેપવી તે સંલેખના કહેવાય
છે. અત્યંતર તપના ૬ પ્રકાર : જે આત્માને તપાવે. લોકો ન દેખી શકે. જેનાથી લોકો તપસી ન કહે તે તપને અત્યંતર તપ કહેવાય છે. તેના ૬ ભેદ છે.
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org