________________
> પાંચ ચારિત્રો :
સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત એમ કુલ પાંચ ચારિત્રોથી કર્મો રોકાય છે. ૧. સામાયિક ચારિત્ર : સમતાભાવની પ્રાપ્તિ, ઋષભદેવ અને
મહાવીર સ્વામીના શાસનમાં અપાતી લઘુદીક્ષા તે, અને ૨૨ તીર્થકર ભગવન્તોના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં પ્રથમથી જ અપાતી વડી દીક્ષા તે બંને સામાયિક
ચારિત્ર કહેવાય છે. ૨. છેદોપસ્થાપનીય
જૂના ચારિત્રને છેદી નવું ચારિત્ર આપવું તે. પ્રથમ અને છેલ્લા તીર્થકર ભગવન્તના શાસનમાં જે વડી દીક્ષા અપાય છે તે. અથવા મહાવ્રતોમાં જો કોઈ મોટો દોષ સેવાયો હોય તેના કારણે જુનું ચારિત્ર છેદી ફરીથી નવું ચારિત્ર આપવામાં આવે
૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર
: જૂનું ચારિત્ર પાળતાં-પાળતાં જ્યારે મહાન
સાધક બન્યા હોય ત્યારે ગુરુની સંમતિ લઈ, ગચ્છનો ત્યાગ કરી, ૯ જણનો સમૂહ નીકળી નીચે મુજબ ઉગ્ર તપ કરે. ૧ ગુરુ થાય, ૪ તપ કરે અને ૪ સેવા કરે તે ગુરુ અને સેવા કરનારા કાયમ આયંબિલ કરે. તપ કરનારા નીચે મુજબ તપ કરે છે. ઉનાળામાં જઘન્યથી ૧ ઉપવાસ, મધ્યમથી ૨ ઉપવાસ અને ઉત્કૃષ્ટથી ૩ ઉપવાસ, શિયાળામાં જઘન્યથી ૨ ઉપવાસ, મધ્યમથી ૩ ઉપવાસ અને ઉત્કૃષ્ટથી ૪ ઉપવાસ, ચોમાસામાં જધન્યથી ૩ ઉપવાસ,
૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org