________________
છે તે આચાર્ય મહારાજશ્રીના ૯ ગુણો ગણાવાય છે. તે નવ વાડો આ પ્રમાણે
(૧) સ્ત્રી-પશુ-નપુંસકો હોય ત્યાં અથવા તેમની નજીકમાં વસવાટ કરે
નહિ. (૨) સ્ત્રી આદિ વિજાતીયની સાથે એકાન્તમાં બેસી વાતો કરે નહિ. (૩) જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષ બેસે નહિ. તેવી રીતે જ્યાં પુરુષ
બેઠો હોય ત્યાં સ્ત્રી બેસે નહિ. (૪) સ્ત્રીનાં અંગો અને ઉપાંગો (કામવિકારની દૃષ્ટિએ) જુએ નહિ. (૫) સ્ત્રી-પુરુષ એકાંતે બેઠાં હોય, સૂતાં હોય કે વાતો કરતાં હોય તે
ભીંતના આંતરે ઊભા રહી જુએ નહિ. (૬) પૂર્વે સંસારીપણામાં ભોગવેલા ભોગો યાદ કરે નહિ. (૭) માદક-વિકારક આહાર-પાણી કરે નહિ.. (૮) નીરસ આહાર પણ વધારે પડતો કરે નહિ. (૯) શરીરની શોભા ટાપટીપ કરે નહિ.
મહાપુરુષોએ સંસારી જીવોના ગુણોની રક્ષા માટે કેવા કેવા ઉપાયો બતાવ્યા છે ! સિનેમામાં બતાવાતાં ચલચિત્રો જો આત્મામાં વિકારો ઉત્પન્ન કરે છે તો ઉપરોક્ત સ્ત્રીપુરુષના હાવભાવો વિકારો કેમ ઉત્પન્ન ન કરે ? માટે તેનાથી દૂર રહેવું તે જ હિતાવહ છે. > ચાર પ્રકારના કષાયથી મુકાયેલાં
ક્રોધ-માન-માયા અને લોભ એમ ચાર પ્રકારના કષાયોથી આચાર્ય ભગવન્તો બહુધા મુક્ત હોય છે. કસ = સંસાર, આય = વૃદ્ધિ. એટલે જેનાથી જન્મમરણોની પરંપરા વધે તે કષાય કહેવાય છે. તેના ક્રોધાદિ ચાર ભેદો છે.
(૧) આવેશ-ગુસ્સો તે ક્રોધ કહેવાય છે. (૨) અભિમાન, હોઈએ તેનાથી અધિક દેખાવાની વૃત્તિ, મોટાઈનો ભાવ તે માન કહેવાય છે. (૩) છળ-કપટ, છેતરપિંડી, હૈયામાં જુદું અને હોઠે જુદું તે માયા કહેવાય છે. (૪)
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org