________________
દર્શાનાચાર'ની વૃદ્ધિ થાય છે.
(૩) ઘ્રાણેન્દ્રિયને જીતવાથી જ બાહ્યસંસારી પુદ્ગલોની સુગંધ-દુગંધમાં નહિ લેપાવાથી અને તે રીતે ધ્રાણેન્દ્રિયને કન્જ કરવાથી આચાર્ય મહારાજના ચારિત્રની સુવાસ પ્રાપ્ત થાય છે. આચાર્ય મહારાજશ્રીનો દેહ સ્નાન-અલંકારાદિ વિનાનો હોવાથી કદાચ સુગંધવાળો ન પણ હોઈ શકે પરંતુ તે પૌદ્ગલિક સુગંધ - દુર્ગધની ઉપેક્ષા કરીને ચારિત્રની સુવાસ જેને મારી લાગી છે તે જ આચાર્ય મહારાજની સેવા કરી શકે છે. અને તેમ કરવાથી આત્મામાં ચારિત્રાચારની વૃદ્ધિ થાય છે.
(૪) રસનેન્દ્રિયને જીતવાથી ખાવામાં અને બોલવામાં ઘણો જ કન્ટ્રોલ, , વિવેક આવવાથી ઉપાધ્યાયની પાસે સારું ભણી શકાય છે. ખાવામાં કન્ટ્રોલ રહે તો શરીર સારું રહે, બોલવામાં કન્ટ્રોલ રહે તો આત્મા વિવેકી બને તો જ ગુરુજી પાસે સારુ ભણી શકાય અને તે જ ઉપાધ્યાયની સેવા કહેવાય છે. તથા ખાવાના કન્ટ્રોલથી બાહ્ય તપ સુકર થાય છે અને બોલવાના કન્ટ્રોલથી અભ્યત્તરતા સુકર બને છે. એમ બંને રીતે તપાચારની વૃદ્ધિ થાય છે.
(૫) સ્પર્શેન્દ્રિયને જીતવાથી શારીરિક કષ્ટો અને સાનુકૂળતાઓમાં સમભાવ વધે છે. તેથી ઉત્તમ સાધુતા પ્રાપ્ત થાય છે. ભૂમિશયન લોચાદિ અને વિકારાદિ દ્વારા શરીરની મમતા ઓછી કરવી એ જ સાધુપદની સેવા છે. આવા ઉપસર્ગો અને પરિષહો સમભાવે સહન કરવાથી સ્પર્શેન્દ્રિયનો વિજય થાય છે અને તે દ્વારા વીર્યાચાર અતિશય નિર્મળપણે વૃદ્ધિ પામે છે.
આ પ્રમાણે પાંચ ઇન્દ્રિયોને જીતવાથી પાંચ પરમેષ્ઠીની સેવા થાય છે અને તે દ્વારા પંચાચારની વૃદ્ધિ થાય છે. > નવ બ્રહ્મચર્યની વાડને ધારણ કરનારા :
આ આત્મામાં જેનાથી વિકારવાસનાઓ ન જન્મે, સદાચાર, શીયળવ્રત અને જીવનના ઉત્તમ સંસ્કારો જેનાથી જળવાય એવી જે વાડ તે બ્રહ્મચર્યની વાડ કહેવાય છે. જેમ ખેતરોમાં ઉગેલા ધાન્યોને તેની ચોતરફ કરેલી કાંટાની વાડોથી રક્ષણ થાય છે, પશુઓ અંદર આવીને તોડફોડ કરી શકતા નથી તેવી રીતે આ નવ વાડો દ્વારા આત્માના સદાચારાદિ ગુણોનું રક્ષણ થાય છે માટે તેને વાડ કહેવાય છે. બ્રહ્મચર્યવ્રત પાળવા માટેની આવા પ્રકારની નવ વાડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org