________________
થાય અને અણગમતું ભોજન મળે તો નારાજ થાય. આવા સ્વભાવવાળી આ ઇન્દ્રિયોને આચાર્ય મહારાજશ્રી રોકે છે. એટલે કે ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ વિષયો મળે તો પણ નથી રાજી થતા કે નથી નારાજ થતા, એટલે આ પાંચ ઈન્દ્રિયોના વિષયોને રોકનારા - જીતનારા એવા આચાર્ય મહારાજશ્રીના પાંચ ગુણો છે.
આ પાંચ ઇન્દ્રિયોમાં પણ “જીભ” વશમાં રાખવી અતિદુષ્કર છે. બીજી ઇન્દ્રિયો કરતાં તેમાં વધુ વિલક્ષણતા છે. તે આ પ્રમાણે છે :
કાન બે છે પરંતુ એક સાંભળવાનું જ કામ કરે છે. આંખો બે છે પરંતુ એક જોવાનું જ કામ કરે છે. નાકનાં કાણાં બે છે પરંતુ એક સુંઘવાનું જ કામ કરે છે. જ્યારે જીભ એક જ છે પરંતુ બોલવાનું અને ખાવાનું એમ બે કાર્યો કરે છે. માટે અતિદુય છે. કેટલાક કવિઓએ એવી કલ્પના કરી છે કે બીજી બધી ઇન્દ્રિય ઉપર એકેક ઢાંકણ છે. પરંતુ જીભ ઉપર (૧) બત્રીસ દાંતનું અને (૨) બે હોઠનું એમ બે ઢાંકણ છે. કારણ કે તે બહુ જ સાચવવા જેવી છે. જે ખાવામાં વિવેક ન રાખે તો શરીર બગાડે અને બોલવામાં વિવેક ન રાખે તો આત્માનું બગાડે માટે જીભ ઘણી વિષમ છે, અતિશય દુક્ય છે. તેને ખાસ અંકુશમાં કરવી.
આ પાંચ ઇન્દ્રિયોને જીતવાથી પાંચ પરમેષ્ઠીની સેવા થાય છે તથા પંચાચારનું પાલન થાય છે. તે વિષય જાણવા જેવો છે.
(૧) શ્રોત્રેન્દ્રિયને જીતવાથી જ બાહ્ય સંગીત, ગાયન, લોકવાર્તા, લોકનિંદા આદિ સાંભળવા રુચતા નથી. જે આત્માએ આવા વિષયોમાંથી શ્રોત્રેન્દ્રિયને જીતી લીધી છે તેને જ અરિહંત પ્રભુની વાણી સાંભળવી રુચે છે. બાહ્ય એવા સંસારના રંગરાગ સાંભળવામાંથી જેણે શ્રોત્રને જીતી છે તેઓને જ અરિહંત પ્રભુની વૈરાગથી ભરેલી વાણી સાંભળવી રુચે છે. તે જ અરિહંત પ્રભુની સેવા છે. આવી અરિહંત પ્રભુની વાણી બરાબર સાંભળવાથી, સમ્યકજ્ઞાન પ્રાપ્ત થવા દ્વારા “જ્ઞાનાચાર'ની વૃદ્ધિ થાય છે.
(૨) ચક્ષુરિન્દ્રિયને જીતવાથી જ બાહ્ય સંસારી પુદ્ગલોનાં રંગ-બેરંગી ભૌતિક રૂપોમાંથી મનને જીતીને ચક્ષુને જેણે કન્જ રાખી છે તેને જ “સિદ્ધ) પરમાત્માનું અરૂપી સ્વરૂપ દેખાય છે. અંતરદૃષ્ટિ સ્વરૂપનાં દર્શનથી
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org