________________
શ્રદ્ધા, વિશ્વાસ, પ્રીતિ; ભગવત્તના યથાર્થ ઘર્મ ઉપરની શ્રદ્ધા ન થવા દે, શ્રદ્ધામાં ચલિત કરે, શ્રદ્ધા-વિશ્વાસ કરવામાં જે મૂંઝવણ ઊભી કરે તે દર્શનમોહનીય. અને ચારિત્ર એટલે સદાચાર તેમાં જે કર્મ વિવેકહીન બનાવે તે ચારિત્રમોહનીય કર્મ.
દર્શન-મોહનીય કર્મના ત્રણ ભેદો છે. (૧) મિથ્યાત્વ મોહનીય (૨) મિશ્ર મોહનીય (૩) સમ્યકત્વ મોહનીય – આ ત્રણે મોહનીય ત્યજવા લાયક
(૧) મિથ્યાત્વ મોહનીય - જે કર્મ ભગવન્તના ઘર્મ ઉપર રુચિ ન
થવા દે, અરૂચિ જ ઉત્પન્ન કરે, સુદેવાદિ ગમે નહીં-માત્ર કુદેવાદિ
જ ગમે તે મિથ્યાત્વ મોહનીય. (૨) મિશ્ર મોહનીય :- જે કર્મના ઉદયથી ભગવન્તના ધર્મ ઉપર ન
રુચિ થાય અને ન અરુચિ થાય, તટસ્થતા રહે તે મિશ્ર મોહનીય
કર્મ. (૩) સમ્યકત્વ મોહનીય - પ્રાપ્ત થયેલા સમ્યકૃત્વમાં જે મૂંઝવણ ઉત્પન્ન
કરે, બરાબર શ્રદ્ધા ન થવા દે, થયેલી શ્રદ્ધામાં પણ શંકા-કાંક્ષા, આદિ અતિચારો ઉત્પન્ન કરે તે સમ્યકત્વ મોહનીય. મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય સમ્યકત્વનો ઘાત કરે છે અને સમ્યકત્વમોહનીય સમ્યક્ત્વનો ઘાત કરતી નથી પરંતુ સમ્યકત્વને મલીન અતિચારવાળું કરે છે એટલે સમ્યકત્વ મોહનીય પણ હેય હોય છે. તેનો સપ્તમી તપુરુષ સમાસ કરવો. “સમ્યકત્વે મોહયતીતિ', આ મોહનીયના ઉદયથી જ શંકા કાક્ષાદિ અતિચારો આવે છે. માટે જ મુહપત્તીના ૫૦ બોલમાં આ ત્રણે દર્શન-મોહનીયને પરિહરવાનું કહ્યું છે.
સમ્યકત્વ મોહનીય પણ સારી છે એમ ન જાણવું જેમ ખેતરમાં ડાંગર અથવા મદનકોદ્રવ નામનું એક જાતનું ધાન્ય પાકે ત્યારે ફોતરાંવાળું જ હોય છે પરંતુ ઘેર લાવ્યા પછી તેને છણવાથી તે એક જ પ્રકારનું ઘાન્ય ત્રણ પ્રકારનું બને છે. કેટલુંક ફોતરાં વિનાનું, કેટલુંક અર્ધ ફોતરાંવાળું અને કેટલુંક ફોતરાંવાળું જ. એવી જ રીતે જ્યારે બંધાય છે ત્યારે મિથ્યાત્વ મોહનીય કર્મ એક જ બંધાય છે, પરંતુ આત્મા પોતાના પરિણામથી તેને ત્રણ પ્રકારનું બનાવે છે - શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ અર્થાત્ તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org