SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે અંદરનો માલિક તે માણસને જોઈ શકતો નથી. તેવી રીતે દર્શનાવરણીય કર્મના ઉદયથી અંદર રહેલો આ જીવ બહાર રહેલા પદાર્થને જોઈ શકતો નથી. મૂર્તિ-મંદિરનો વિનાશ, ઇન્દ્રિયોનો છેદ, જ્ઞાનીનું અપમાન, જ્ઞાનદર્શનનાં સાધનોનો વિનાશાદિ કરવાથી આ દર્શનાવરણીય કર્મ બંધાય છે. તથા તેમની સેવાભક્તિ બહુમાન, સારવાર કરવાથી અને પૂજ્યભાવ રાખવાથી આ કર્મ જીવ તોડી પણ શકે છે. (૩) વેદનીય કર્મ : સુખ અને દુઃખરૂપે જે વેદાય તે વેદનીય કર્મ કહેવાય છે. તેના બે ભેદો છે. સાતા અને અસાતા. સુખરૂપ વેદાય તે સાતાવેદનીય અને દુઃખરૂપે વેદાય તે અસાતાવેદનીય કહેવાય છે. આ કર્મ મધથી લેપાયેલી તરવારની ધાર જેવું છે જેમ મધ ચાટીએ તો સુખ ઊપજે છે અને તરવારથી જીભ કપાય તો દુઃખ થાય છે તેવું આ વેદનીય કર્મ છે. પ્રથમ સુખ પછી દુઃખ એમ ક્રમશઃ પલટાયા જ કરે છે. ગુરુની ભક્તિ, દુ:ખી જીવોની કરુણા, ક્ષમાશીલ સ્વભાવ, વ્રતોનું સારું પાલન, મન-વચન અને કાયાના યોગની શુદ્ધિ અને ગ્રહણ કરેલાં વ્રતોમાં દૃઢતા રાખવાથી આત્મા સાતાવેદનીય કર્મ બાંધે છે. અને તેનાથી વિપરીત વર્તન કરવાથી આ જીવ અસાતાવેદનીય કર્મ બાંધે છે. તેના સાતા અને અસાતા એમ બે ભેદો છે. નિરોગી અવસ્થા, સારું આરોગ્ય, સુખ-સંપત્તિ એ સાતાવેદનીયનો ઉદય છે. અને રોગી અવસ્થા. દુઃખી અવસ્થા તે સર્વે અસાતાવેદનીયનો ઉદય છે. (૪)મોહનીય કર્મ : આત્માને સંસારમાં જે મૂંઝાવે, વિવેકહીન કરે તે મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મ દારૂ જેવું છે. જેમ મદિરાપાન કરનાર મનુષ્ય હિતાહિતનો વિવેક કરતો નથી. ન બોલવાનું બોલે, ન વર્તન કરવાનું વર્તન કરે, તેવી રીતે મોહનીય કર્મના ઉદયવાળો જીવ પણ હિતાહિતના વિવેક વિનાનો બને છે. માટે આ કર્મ મદિરા જેવું છે. આ કર્મના કુલ ૨૮ ભેદો છે. તે સમજવા માટે પ્રથમ ૨ ભેદ પાડવામાં આવે છે. (૧) દર્શનમોહનીય, (૨) ચારિત્ર-મોહનીય. અહીં દર્શન એટલે Jain Education International ૮૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy