________________
“જાયફળનો વ્યવહાર નથી કરતું. કારણ કે જાય એટલે ચાલ્યું જાય ફળ જેનાથી તે જાયફળ. માટે નામ પણ શુભસૂચક હોય તે જ લેવાય છે. તેમ આ મંત્રમાં નિષ્પાપ વ્યક્તિઓનાં નામો છે.
આ પાંચ પરમેષ્ઠીને કરેલો નમસ્કાર સર્વ પાપોનો ક્ષય કરનાર હોવાથી ભાવમંગલ છે. અને નિત્ય શાશ્વત સુખ આપનાર હોવાથી સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. આના સમાન સંસારમાં અન્ય કોઈ મંગલ નથી. આ પ્રમાણે નવકારના અર્થ સમજાવ્યા.
સર્વકર્મ રહિત થયેલા આત્માઓ ચૌદરાજ પ્રમાણ લોકના છેડે ઉપર સિદ્ધશિલાથી કંઈક ઊંચા જઈને વસે છે. તેઓ કર્મ વિનાના હોવાથી ફરી સંસારમાં જન્મ પામતા નથી. કેટલાક લોકો એમ માને છે કે ભગવાન અનુયાયીનું રક્ષણ કરવા અને અસુરોનું દમન કરવા માટે સંસારમાં ફરી ફરી જન્મ ધારણ કરે છે. પરંતુ આ વાત બરાબર નથી. કારણ કે ભગવાનને અનુયાયી ઉપરના રાગ અને અસુરો ઉપર દ્વેષ હોતો નથી. તો જ સાચા ભગવાન કહેવાય. જો ભગવાન થવા છતાં જન્મ ધારણ કરે અને ભક્ત ઉપર પ્રેમ અને દુશ્મન ઉપર દ્વેષ કરે તો સંસારીમાં અને ભગવાનમાં ફરક શું ? માટે મોક્ષે ગયા પછી પ્રભુ ફરીથી જન્મ લેતા નથી. સંસારમાં જન્મ થવાના કારણભૂત રાગ-દ્વેષ, મોહ, માયા, ક્રોધ તેમનામાં છે જ નહીં. તેથી ફરીથી સંસારમાં જન્મતા નથી.
હવે કેટલાક લોકો એમ માને છે કે ભગવાન - ઈશ્વર એક જ છે. અને તે અનાદિથી છે. તેમની તે વાત બરાબર નથી. જો ભગવાન એક હોય તો આપણે તો હવે ભગવાન થઈ જ ન શકીએ અને જે ભગવાન ન બની શકાય તો ઘર્મ કરવાનો અર્થ પણ શું ? માટે જે કોઈ જીવ ઘર્મ કરે તે પોતાનાં કર્મોને ખપાવીને શુદ્ધ બની ભગવાન બની શકે છે. ભગવાન બનેલો, શુદ્ધ થયેલો આ આત્મા ત્યાં મોક્ષમાં જઈ ઈશ્વરમાં ભળી જાય છે તે વાત પણ બરાબર નથી. બે આત્માનો એક આત્મા બનતો નથી. બધાં જ આત્મદ્રવ્ય સ્વતંત્ર છે. માટે મોક્ષે જનારા તમામ જીવો સ્વતંત્ર રહે છે, તેથી અનંત સિદ્ધ પરમાત્માઓ છે.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org