SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : જો આમ હોય તો આ આત્મા મોક્ષે જાય ત્યારે જ્યોતમાં જ્યોત મળી ગઈ એમ જ કહેવાય છે તેનો અર્થ શું? ઉત્તર : મોક્ષે જનારા જીવો શરીર વિનાના, અરૂપી હોય છે. એટલે દરેકને સ્વતંત્ર ખુરશીવાળી સીટ જોઈતી નથી. પરંતુ ગોળાના પ્રકાશોની જેમ એક જ ક્ષેત્રમાં રહી શકે છે, જેમ આ એક રૂમમાં ૧૦ ગોળાના પ્રકાશ સાથે રહે છે. કદાચ ૧૦૦૦ ગોળા ચાલુ કરીએ તોપણ તે હજાર ગોળાનો પ્રકાશ આ જ રૂમમાં સમાય. તેના માટે વધારે જુદી જગ્યા ન જોઈએ તથા તમામ પ્રકાશો સ્વતંત્ર રહે છે. એક સ્વિચ બંધ કરવાથી ફક્ત તે જ ગોળાનો પ્રકાશ બુઝાય છે. તમામ પ્રકાશ બુઝાઈ જતો નથી. માટે મોક્ષમાં ગયેલા આત્માઓ પણ ગોળાના પ્રકાશની જેમ એક ક્ષેત્રવર્તી છે, પરંતુ અનંત છે અને પરસ્પર ભિન્ન ભિન્ન આત્મદ્રવ્ય છે. આ મોક્ષ અને સંસાર બંને અનાદિથી છે. તેની આદિ નથી. એક જીવના મોક્ષની આદિ છે, પરંતુ પરંપરાએ મોક્ષ અનાદિ છે. જેમ કે આપણો જન્મ થાય ત્યારે તેની આદિ છે. આપણા પિતા-દાદા વિગેરે વડીલોની પણ આદિ છે. પરંતુ આપણી પેઢીના સૌથી પ્રથમ પિતા કોણ ? તેની આદિ નથી. તથા રાત્રિ અને દિવસ શરૂ થાય ત્યારે તેની આદિ છે. પરંતુ સૌથી પહેલો દિવસ કયો ? તેની આદિ નથી. તે જ રીતે આ સંસાર અને મોક્ષ અનાદિ છે અને પરંપરાએ અનંતકાળ સુધી રહેશે જ. આ જગતનો કોઈ કર્તા નથી અને કોઈ નાશ કરનાર નથી. સ્વયં સહજ સિદ્ધ આ સંસાર અને મોક્ષ છે. તે સંસારમાંથી આત્માને મુક્તિ અપાવનાર આ પાંચ પરમેષ્ઠી અતિશય નમસ્કરણીય છે. હવે આપણે આ પાંચ પરમેષ્ઠીના ગુણોની ચર્ચા કરીએ. પાંચે પદોના કુલ ૧૦૮ ગુણો છે. એટલા માટે જ માળાના મણકા પણ ૧૦૮ છે. અરિહંત પ્રભુના ૧૨, સિદ્ધપ્રભુના ૮, આચાર્ય મહારાજના ૩૬, ઉપાધ્યાયજી ભગવાનના ૨૫ અને સાધુ મહારાજના ૨૭, એમ મળીને કુલ ૧૦૮ ગુણો છે. તે ગુણો યાદ કરવા માટે માળાના મણકા ૧૦૮ છે. પરંતુ આપણને ગુણો આવડતા નથી. આવડતા હોય તો યાદ નથી. તેથી ગુણો જેમાં વસેલા છે એવા ગુણીને ૧ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy