________________
કારણે સ્થળાંતર થવું પડે. (૩) કાઉસગ્નવાળા સ્થાનમાં સર્પ-વીંછી-વાઘ સિંહાદિ હિંસક પ્રાણીઓનો
ઉપદ્રવ થાય. (૪) કાઉસગ્ગવાળું સ્થાન સ્વામી, શેઠ, રાજા અથવા રાજપુરુષો ખાલી
કરાવે તેથી સ્થાનાન્તર થવું પડે. મહાત્મા પુરુષોએ કાયોત્સર્ગમાં આ જીવોને આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થાય તે માટે કેટલી ચિંતા કરી આત્મકલ્યાણના માર્ગો બતાવ્યા છે. માટે ઉત્તમાત્માઓએ આ જૈનશાસનનો સૂક્ષ્મ અભ્યાસ કરી તેમાં જ તન્મય બનવું એ જ હિતકર
પ્રશ્ન : આ કાયોત્સર્ગમાં નવકાર કે લોગસ્સ જ કેમ ગણાય છે ! તે
પણ ક્યાંક ચંદેસુ નિમ્મલયરા સુધી. ક્યાંક સાગરવરગંભીરા સુધી. અને ક્યાંક પૂર્ણ એમ શા માટે ? પૂર્વને મહાત્માઓ કાયોત્સર્ગમાં શું ગણતા હશે કે જે લાંબો ટાઈમ કાઉસગ્નમાં
રહેતા હતા ? ઉત્તર : કાયોત્સર્ગમાં આત્માને અત્યન્ત સ્થિર કરી આત્માને સ્વરૂપનું
ચિંતન કરવાનો મૂળમાર્ગ હતો. યોગી મહાત્માઓ કાઉસગ્નમાં આત્મસ્વરૂપનું ચિંતન કરતા. લોકનું સ્વરૂપ વિચારતા તેના કારણે અમાપ કાલ સુધી કાઉસગ્નમાં રહેતા ! પરંતુ ધર્માનુષ્ઠાન કરનારા સર્વ સાધારણ જીવો આટલું સૂક્ષ્મ ભણેલા ન હોય તેથી આસન્ન ઉપકારી એવા આ વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકર ભગવન્તોની સ્તુતિ કરવારૂપ ચઉવીસ–ો અર્થાત્ લોગસ્સ ગણાય છે. લોગસ્સની સાત ગાથા છે. એકેક ગાથાનાં ચાર ચાર પદો છે. એકેક શ્વાસે શ્વાસે એકેક પદ બોલાય છે. જેથી લોગસ્સનાં ૨૮ પદો હોવાથી ૨૮ શ્વાસોશ્વાસ પેદા થાય છે. યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ એ આઠ યોગનાં અંગો છે. તેમ શ્વાસને અનુસાર
પદોનું ઉચ્ચારણ તે પણ કાઉસગ્નનું એક સ્વરૂપ છે. જે સંવછરી પ્રતિક્રમણનો મોટો કાઉસગ્ગ છે તે ૧૦૦૮ શ્વાસપ્રમાણ
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org