SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે જ કહેવાય કે મનુષ્યોનું રક્ષણ કરતો હોય. તીર્થંકર પ્રભુને તીર્થંકર ત્યારે જ કહેવાય કે જ્યારે તીર્થની સ્થાપના કરતા હોય ઇત્યાદિ. આ પ્રમાણે ૭ નયો છે. જો કે તેના પણ ૭૦૦ પ્રતિભેદો છે. આ વિષય વધારે સૂક્ષ્મ હોવાથી ધીરે ધીરે સમજાય તેવો છે. આગળ બીજાં પુસ્તકોમાં વઘારે સમજાવીશું. જૈનશાસ્ત્રમાં કોઈ પણ કાર્યને કરનારાં પાંચ કારણો બતાવ્યાં છે. કાળ સ્વભાવ-નિયતિ (ભવિતવ્યતા), પ્રારબ્ધ અને પુરુષાર્થ. આ પાંચે સાથે મળે તો જ કાર્ય સિદ્ધિ થાય છે. તેમને સમવાયીકારણ કહેવાય છે. પાંચેના સમુચ્ચયથી જ કાર્ય સિદ્ધ થાય છે. જેમ પાંચ આંગળીઓ ભેગી મળે તો જ લોટો ઊંચકાય છે. આવું સ્વરૂપ હોવા છતાં કેટલાક એકાન્તવાદીઓ એકેકને જ બહુ પ્રધાન કરીને બીજાનો અપલાપ કરે છે. તે મિથ્યાદૃષ્ટિ : એકાન્તવાદીઓ જાણવા. (૧) કાળવાદી : એમ કહે છે કે આ દુનિયામાં તમામ કાર્યો કાળા જ કરે છે. ઠંડી શિયાળામાં જ પડે ગરમી ઉનાળામાં જ પડે, વરસાદ ચોમાસામાં જ આવે આંબાગરમીમાં જ પાક માટે બધાં કાર્યો કાળે જ થાય છે. કાળા જ સર્વનો કર્તા છે. જગતમાં કાળ જેવું બીજું કોઈ કર્તા કારણ નથી ઈત્યાદી. કાળને જ પ્રધાન કહે છે. તેની દૃષ્ટિમાં કાળ એ જ કારણ છે એમ તેને લાગે છે. આ કાળનો એકાન્તવાદ છે. (૨) સ્વભાવવાદી : એમ કહે છે કે આ દુનિયામાં તમામ કાર્યો સ્વભાવ જ કરે. લીંબુ ખાટાં જ હોય છે. કાંટા અણીદાર જ હોય છે. લીંબડા સ્વભાવે કડવા જ હોય છે. પશુઓ સ્વભાવે જ શીંગડા પૂંછડાવાળા હોય છે. સર્પો સ્વભાવે જ ડંખીલા હોય છે. સિંહ, વ્યાધ્રો સ્વભાવે જ હિંસક હોય છે, માટે જગતના તમામ કાર્યો સ્વભાવ જ કરે છે. સ્વભાવ એ જ કર્તા છે ઇત્યાદિ. આ પણ સ્વભાવનો એકાત્તવાદ છે. (૩) નિયતિવાદી : ભવિતવ્યતાને જ મુખ્ય કરનારાઓ એમ કહે છે કે જે થવાનું હોય તે બધું નિયત જ હોય છે. નક્કી જ હોય છે અને તે તેમજ થાય છે. વિધિના બધા લેખ લખાયેલા જ હોય છે. ક્રમસર થવાવાળા પર્યાયો ૧૧ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy