________________
શ્રી વીતરાગ પરમાત્મને નમઃ અમેરિકા તથા લંડનમાં ચલાવેલા ધાર્મિક વર્ગો
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણ. નમો આયરિઆણં.
નમો ઉવજઝાયાણં !
નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો, સવ પાવપ્પણાસણો I મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ ના
:::
છે
::
કરે
:
પંચપરમેષ્ઠી નમસ્કાર એટલે કે
નવકાર મહામંત્ર-૧ > પ્રિય વાચક બંધુઓ,
જૈનધર્મના મૌલિક સિદ્ધાન્તો જાણવાની ઘણી ઇચ્છાઓ થાય છે. કેટલાક વિષયો ખાસ જાણવા જેવા છે. તત્ત્વોનું જ્ઞાન મેળવવાથી આપણી શ્રદ્ધા વધારે દૃઢ બને છે અને મોક્ષના બીજભૂત સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. તે માટે સરળતાથી સમજી શકાય એવા કેટલાક વિષયો આ બંને દેશોમાં સમજાવવા પ્રયત્ન કર્યો છે. તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે :
જૈનધર્મ એ અનાદિકાળનો ઘર્મ છે. પચીસસો કે પાંચ હજાર વર્ષો પહેલાં શરૂ થયો નથી. ભગવાન શ્રી ઋષભદેવ, પાર્શ્વનાથ કે પ્રભુ મહાવીર સ્વામી તો કેવળજ્ઞાન થયા પછી સંસારમાંથી તરવાનો સાચો રસ્તો જાણીને તેને બતાવનારા હતા. તેઓ પણ છેલ્લા ભવમાં તીર્થકર થયા પહેલાંના ભવોમાં પૂર્વે થઈ ગયેલા બીજા તીર્થકરોએ બતાવેલા માર્ગસ્વરૂપ જૈનધર્મનું આચરીને જ આ ભવમાં તીર્થકર થયા છે. આ તીર્થકર ભગવન્તોએ નવો જૈનધર્મ સ્થાપ્યો નથી કે ચાલુ કર્યો નથી. પ્રથમથી છે જ. જ્યારથી સંસાર છે અને મોક્ષ છે ત્યારથી તેના તરવાના માર્ગસ્વરૂપ જૈનધર્મ પણ છે જ, ફક્ત કાલપ્રભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org