________________
:
(૯) નપુંસકવેદ : સ્ત્રી-પુરુષ ઉભયનાં ચિહ્નો હોય અને ઉભયની સાથેના ભોગસુખની જે ઈચ્છા થાય તે નપુંસકવેદ. આ પ્રમાણે દર્શનમોહનીય કર્મના ૩ ભેદ, કષાયમોહનીય કર્મના ૧૬ ભેદ અને નોકષાય મોહનીય કર્મના ૯ ભેદો એમ કુલ ૨૮ ભેદો મોહનીય કર્મના થાય છે.
જિનેશ્વર પ્રભુના ધર્મ કરતાં ઊલટી દેશના આપવાથી, અને સાચી ધર્મદેશનાનો નાશ કરવાથી, દેવમૂર્તિ, આદિના રક્ષણ માટે રખાયેલાં દ્રવ્યોનું ભક્ષણ કરવાથી જિનેશ્વરપ્રભુ, ચતુર્વિધસંઘ, જૈન ત્યાગી મુનિપુરુષો વિગેરે મહાત્માઓની નિન્દા-કુથલી કરવાથી જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે.
ક્રોધાદિ કષાયો કરવાથી કષાયમોહનીય બંધાય છે. અને હાસ્યાદિ નોકષાયો કરવાથી નોકષાય મોહનીય કર્મ બંધાય છે.
આ મોહનીય કર્મને તોડવા માટે સત્ય જે દેશના આપવી, યથાર્થ અભ્યાસ કરવો, આત્મલક્ષી સ્વાધ્યાય કરવો, ઉપકારક વીતરાગપ્રભુ અને વૈરાગી સાધુ આદિની પ્રશંસા કરવી તેથી દર્શનમોહનીય કર્મ તૂટે છે.
ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ આદિ ગુણોના સેવન વડે કષાયમોહનીય અને નોકષાયમોહનીય કર્મ તૂટે છે. શાસ્ત્રોમાં કર્મ બાંધવાના અને તોડવાના એમ બંને ઉપાયો કહ્યા છે. આપણે આપણા જીવનને તપાસી લેવાનું. બાંધવાનાં કારણો ઉપર કહ્યાં મુજબ જીવનમાં હોય તો તેને ઓછાં કરવાનો અને તોડવાનાં કારણો વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(૫) આયુષ્ય કર્મ : પોતપોતાના ભવમાં જીવને જે કર્મ જિવાડે છે તે આયુષ્યકર્મ. આયુષ્યકર્મ જીવને ભવમાં જિવાડવાનું પકડી રાખવાનું કામ કરે છે. આ કર્મ શાસ્ત્રોમાં બેડી જેવું કહ્યું છે. જેમ બેડીવાળો મનુષ્ય નિયત મુદત સુધી પોતાની જેલમાંથી નીકળી શકતો નથી તેવી રીતે આયુષ્યકર્મવાળો જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી નીકળી શકતો નથી.
આ આયુષ્યકર્મના ચાર પ્રકાર છે. દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય. આ ચારે ગતિનાં ચાર આયુષ્યકર્મ છે. તે તે આયુષ્યકર્મ જીવને તે તે ભવમાં જિવાડે છે, ધારણ કરે છે.
(૧) મહાન આરંભ સમારંભ કરવાવાળો, કસાઈખાના, શિકારીનો ધંધો, મચ્છીમારાદિનો ધંધો કરવાવાળો જીવ નરકાયુષ્ય બાંધે છે. ધન ઉપરની ઘણી
Jain Education International
८८
For Private & Personal Use Only
3
www.jainelibrary.org